AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Gain : નથી વધી રહ્યું તમારું વજન? તો આહારમાં સામેલ કરો આ ફુડ કોમ્બિનેશન, પહેલવાન જેવી આવશે તાકત

તમને જણાવી દઈએ કે વજન વધારવા માટે કોઈ શોર્ટકટ નથી. જો કે, તમારા આહારમાં કેટલીક આરોગ્યપ્રદ વસ્તુઓનો સમાવેશ કરીએ તો વજન ઝડપથી વધી શકે છે. તેના માટે આ ફુડ કોમ્બિનેશન બેસ્ટ છે જેનાથી જલદી વજન વધારવામાં મદદ મળશે.

| Updated on: Aug 11, 2024 | 2:16 PM
Share
શરીર દુબળુ પાતળુ ક્યારેક લોકો માટે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. ઘણીવાર આપણે ઘણા લોકો સાથે જોઈએ છીએ કે તેઓ શારીરિક રીતે ખૂબ જ પાતળા અને નબળા હોય છે. થોડી મહેનત કરીને પણ તેઓ થાકી જાય છે અને ક્યારેક નબળાઈને કારણે તેઓ ચક્કર આવી જાય છે કે બેભાન થઈ જાય છે. આ સિવાય તેના પાતળા હોવાના કારણે લોકો તેની મજાક પણ ઉડાવે છે. જેના કારણે તેમને લોકોની સામે ઘણી શરમનો સામનો કરવો પડે છે.

1 / 7
આવી સ્થિતિમાં, તેઓ ખૂબ જ ચિંતિત છે કે તેઓ ઝડપથી વજન વધારવા માટે શું કરી શકે છે. કેવી રીતે ઝડપથી વજન વધારી શકે છે . તમને જણાવી દઈએ કે વજન વધારવા માટે કોઈ શોર્ટકટ નથી. જો કે, તમારા આહારમાં કેટલીક આરોગ્યપ્રદ વસ્તુઓનો સમાવેશ કરીએ તો વજન ઝડપથી વધી શકે છે. તેના માટે આ ફુડ કોમ્બિનેશન બેસ્ટ છે જેનાથી જલદી વજન વધારવામાં મદદ મળશે.

2 / 7
દૂધ અને ડ્રાય ફ્રુટ્સ :તમે મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સ જેમ કે કાજુ, બદામ, અખરોટ, કિસમિસ, ખજૂર વગેરેને દૂધમાં ઉકાળી શકો છો અને તેને ખાઈ શકો છો અથવા તેને દૂધમાં ભેળવીને ખાઈ શકો છો. ત્યારે આમ તંદુરસ્ત રીતે તમારું વજન વધારી શકો છો.

3 / 7
મધ અને દૂધ : મધ એ કુદરતી સ્વીટનર છે. તે ખાંડ કરતાં આરોગ્યપ્રદ છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને કેલરીથી ભરપૂર છે. દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી તમારું વજન વધી શકે છે. તમે દૂધમાં 1-2 ચમચી મધ મિક્સ કરીને પી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે ગરમ દૂધમાં મધ ન મિક્સ કરો. જ્યારે તે ગરમ હોય અથવા ઓરડાના તાપમાને હોય ત્યારે જ મધ સાથે મિશ્રિત દૂધ પીવો. ગરમ દૂધમાં મધ મિક્સ કરવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે.

4 / 7
દૂધ-કેળા : વજન વધારવા માટે આ એક બેસ્ટ કોમ્બિનેશન છે. તમે 2 કેળા અને એક ગ્લાસ દૂધ સાથે કેટલાક ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને નાસ્તામાં સ્મૂધી બનાવી શકો છો. તે પછી તેનું સેવન કરી શકાય છે. આ નિયમિત કરવાથી તમારું વજન ઝડપથી વધશે.

5 / 7
ઘી-ગોળ  : ઝડપથી વજન વધારવા માટે આહારમાં ઘીનો સમાવેશ કરવો ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી તમારા શરીરને પર્યાપ્ત માત્રામાં કેલરી મળે છે. ઘી કે માખણ બંનેમાં કેલરીનું પ્રમાણ વધુ હોય છે. રોજિંદા આહારમાં ઘીને ઘણી રીતે સામેલ કરી શકાય છે. તેનું સેવન કરવાથી, કેલરી ઉપરાંત, તમને તંદુરસ્ત ચરબી, પ્રોટીન, વિટામિન્સ, કાર્બોહાઇડ્રેટ્સ અને કેલ્શિયમ વગેરે પણ પર્યાપ્ત માત્રામાં મળે છે. આ સાથે ગોળ પણ શરીરમાં એનર્જી બનાવી રાખે છે આથી આ બન્નેનું કોમ્બિનેશન પણ જડપથી વજન વધારવા માટે બેસ્ટ છે.

6 / 7
ખજૂર અને પલાળેલા ચણા : ખજૂર અને ચણા બન્નેનું સાથે સેવન ખૂબ જ ફાયદાકારક છે. વજન વધારવા માટે તમારા આહારમાં ખજૂરની સાથે ચણાનો પણ સમાવેશ કરો. દરરોજ સવારે ખાલી પેટ ખજૂર અને પલાળેલા ચણા ખાવાથી તમે થોડા દિવસોમાં પરિણામ જોઈ શકો છો. ખજૂર અને ચણાનું નિયમિત સેવન વજન વધારવા અને શરીરમાંથી નબળાઈ દૂર કરવા માટે ફાયદાકારક છે.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">