Big Relief : સ્ટોક 11% થી વધુ ઉછળ્યો ! AGR કેસમાં સુપ્રીમ કોર્ટે રાહત આપી, ‘VI’ ના શેરમાં તોફાની તેજી આવવાની શક્યતા
વોડાફોન આઈડિયા (VIL) ને સુપ્રીમ કોર્ટ તરફથી નોંધપાત્ર રાહત મળી છે. આ રાહત બાદ શેર 11% થી વધુ ઉછળ્યો. હવે એવામાં રોકાણકારોએ શું કરવું? આ સ્ટોક વેચવા કે પછી લાંબાગાળે સારું રિટર્ન મળશે, તેવી આશા રાખવી?

વોડાફોન આઈડિયા લિમિટેડને સુપ્રીમ કોર્ટ તરફથી નોંધપાત્ર રાહત મળી છે. કોર્ટે તેના અગાઉના ઓર્ડરની સ્પષ્ટતાને મંજૂરી આપી છે, જે પછી સરકાર હવે વધારાના AGR (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ) ઉપરાંત AGR ની બાકી રકમ અને પેનલ્ટીનું પણ રીએસેસમેન્ટ કરી શકે છે. આ નિર્ણય કંપની માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, કારણ કે અગાઉનો ઓર્ડર ફક્ત "વધારાની AGR ડિમાન્ડ" પૂરતો મર્યાદિત હતો.

સોમવાર, 3 નવેમ્બરના રોજ એટલે કે આજે આ શેર રૂ. 8.73 ના બંધ ભાવ સામે રૂ. 9.15 પર ખુલ્યો. જો કે, થોડા સમય પછી સ્ટોક ₹9.60 પર અપર સર્કિટમાં બંધ થઈ ગયો. આ પછી તરત જ સર્કિટ ખુલી ગઈ અને શેર 11% થી વધુ ઉછળ્યો.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, "The Government is free to consider relief on both additional AGR dues as well as reassessment of all AGR dues." આનો અર્થ એ થયો કે, ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) હવે ઇચ્છે તો સમગ્ર AGR ડયૂનું પુનઃમૂલ્યાંકન કરી શકે છે. અગાઉ, કોર્ટને ફક્ત “Additional AGR Demand” સુધી મર્યાદિત રાહત હતી.

વોડાફોન આઈડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી (Review Application) માં કહેવામાં આવ્યું હતું કે, કોર્ટના જૂના આદેશમાં અસંગતતા (Inconsistency) છે. કંપનીએ દલીલ કરી હતી કે, તેની અરજી “Additional AGR Demand” સુધી મર્યાદિત ન હતી પરંતુ તેણે તમામ AGR બાકી રકમની પુનઃગણતરી (Recomputation) કરવાની માંગણી કરવામાં આવી હતી.

વધુમાં કંપનીએ કોર્ટને વિનંતી કરી હતી કે, તે આદેશમાં આ સ્પષ્ટ કરે જેથી સરકાર બંને પ્રકારના લેણાં પર રાહત આપવા માટે સ્વતંત્ર રહે. માર્ચ 2025 સુધીમાં વોડાફોન આઈડિયા પાસે કુલ ₹83,500 કરોડ AGR બાકી રકમ હતી. આમાંથી, ₹9,450 કરોડને "વધારાની AGR Dues રકમ" ગણવામાં આવી છે.

હવે આદેશમાં સુધારા બાદ કંપનીને આશા છે કે, DoT તેના બાકી લેણાંની પુનઃગણતરી કરી શકશે, જે તેની ચૂકવવાપાત્ર રકમમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. બજાર નિષ્ણાતો માને છે કે, આ નિર્ણય કંપની માટે "Sentiment Booster" સાબિત થઈ શકે છે, કારણ કે તે કંપનીને નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરવાની તક આપશે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરમાર્કેટને લગતી આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
