CM ભૂપેન્દ્ર પટેલના US પ્રવાસનો પાંચમો દિવસ, ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના યુએસ પ્રવાસનો પાંચમો દિવસ ગુજરાત માટે અત્યંત મહત્વપૂર્ણ રહ્યો. ન્યૂયોર્કમાં તેમણે Kyndryl, BlackRock અને Holtec International જેવી વૈશ્વિક કંપનીઓના અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના યુએસ પ્રવાસનો પાંચમો દિવસ ગુજરાત માટે વૈશ્વિક રોકાણ અને ભાગીદારીની દ્રષ્ટિએ અત્યંત ફળદાયી રહ્યો. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પહેલાં, ન્યૂયોર્કમાં CM પટેલે વિવિધ વૈશ્વિક બિઝનેસ લીડર્સ સાથે વન-ટુ-વન બેઠકોનો દોર ચલાવ્યો.
CM પટેલે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ પ્રદાન કરતી વિશ્વની સૌથી મોટી કંપની Kyndrylના ગ્લોબલ હેડ ઓફ ડિલીવરી સાથે મુલાકાત કરી. Kyndrylએ ગુજરાત સરકાર સાથે AI સ્ટ્રેટેજી અને સ્ટુડન્ટ્સ સ્કિલિંગ માટે સહયોગ આપવા ઉત્સુકતા દર્શાવી છે. આ ઉપરાંત, ETF ક્ષેત્રની અગ્રણી કંપની BlackRockના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર સાથે પણ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકોને ગુજરાતના ટેકનોલોજી અને રોકાણ ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ન્યુક્લિયર પાવર ક્ષેત્રમાં કાર્યરત Holtec International સાથે પણ CMની બેઠક યોજાઈ, જેમાં Holtecએ ગુજરાતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવામાં રસ દાખવ્યો છે. CM પટેલે વૈશ્વિક અગ્રણીઓને ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન અને પ્રોડક્શન પાવર હાઉસ છે તે અંગેની માહિતી આપી હતી. આ યુએસ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં વિદેશી રોકાણ, ટેકનોલોજી સહયોગ અને ભવિષ્યના ઉદ્યોગોને વેગ આપવાનો છે, જે વાઇબ્રન્ટ ગુજરાત 2027 માટે મોટો આર્થિક પ્રોત્સાહન પૂરો પાડી શકે છે.
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર,જુઓ Video
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર
Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો
વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ
