એવી તો શું ઘટના બની! શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર,જુઓ Video
બોટાદમાં શૈક્ષણિક પ્રવાસ દરમિયાન 35થી વધુ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ ઝાડા, ઉલટી, તાવ અને શરદી જેવા લક્ષણો સાથે બીમાર પડ્યા હતા. ફૂડ પોઇઝનિંગ કે વાયરલ ઇન્ફેક્શનની આશંકા સેવાઈ રહી છે.
બોટાદમાં શૈક્ષણિક પ્રવાસ દરમિયાન 35થી વધુ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓની તબિયત લથડતા ચકચાર મચી ગઈ છે. સાબરકાંઠાના તલોદથી બે બસમાં આશરે 90 જેટલા વિદ્યાર્થીઓ પ્રવાસે નીકળ્યા હતા. ગતરોજ રાત્રિના 10 વાગ્યાના સમયે સોમનાથથી સાળંગપુર જતી વખતે બોટાદ પહોંચતા કેટલાક વિદ્યાર્થીઓને અચાનક ઝાડા, ઉલટી, તાવ અને શરદી જેવા લક્ષણો જોવા મળ્યા હતા.
વિદ્યાર્થીઓની તબિયત બગડતા તેમને તાત્કાલિક બોટાદની સોનાવાલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 35થી વધુ વિદ્યાર્થીઓને ઇમરજન્સી વોર્ડમાં સારવાર આપવામાં આવી. હાજર ડોક્ટર્સે ત્વરિત સારવાર પૂરી પાડી વિદ્યાર્થીઓની સ્થિતિ સામાન્ય બનાવી હતી. ફૂડ પોઇઝનિંગ કે વાયરલ ઇન્ફેક્શનના કારણે તબિયત લથડી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ ઘટનામાં બોટાદ રિક્ષા એસોસિએશને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બીમાર વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રિક્ષા સેવા દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. હાલ તમામ વિદ્યાર્થીઓની તબિયત સુધરતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ડિલિવરી એપ પર કેમ ગુસ્સે થઈ એક્ટ્રેસ Shweta Tiwari? જુઓ વીડિયો વાયરલ કરી શું કહ્યું
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર
Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો
વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ
દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ

