AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર લઠ્ઠાકાંડથી 61 વ્યક્તિઓને અસર, 8ના મોત, 4 દર્દીઓની સ્થિતિ ક્રિટિકલ

ભાવનગર લઠ્ઠાકાંડથી 61 વ્યક્તિઓને અસર, 8ના મોત, 4 દર્દીઓની સ્થિતિ ક્રિટિકલ

| Updated on: Aug 21, 2026 | 12:37 PM
Share

લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 8 વ્યક્તિઓનાં મોત થયાં છે. જ્યારે સારવાર હેઠળ રહેલા દર્દીઓ પૈકી 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 25 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

Bhavnagar News : ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્ત દર્દીઓનો આંકડો વધીને 61 થયો છે. રાત્રિના 3 વાગ્યા સુધીની સ્થિતિ મુજબ કુલ 61 વ્યક્તિઓ ઝેરી દારૂની અસરનો ભોગ બન્યા છે. આ પૈકી ગઈકાલે વધુ 5 અસરગ્રસ્ત દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 8 વ્યક્તિઓનાં મોત થયાં છે. જ્યારે સારવાર હેઠળ રહેલા દર્દીઓ પૈકી 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 25 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી 15 દર્દીઓની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે. જ્યારે 5 દર્દીઓ ICUમાં સારવાર હેઠળ છે. તે પૈકી 4 દર્દીઓની સ્થિતિ ક્રિટિકલ હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર હાલતમાં રહેલા દર્દીઓમાંથી એક દર્દી વેન્ટિલેટર પર છે.

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્તોની સારવાર સહિત સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સ્થિતિ પર તબીબો સતત નજર રાખી રહ્યા છે.

Breaking News: ભાવનગર લઠ્ઠાકાંડ: ઝડપાયેલા 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર, વકીલો કેસ નહીં લડે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">