AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારું રોકાણ કેટલા વર્ષમાં થશે બમણું, ત્રણ ગણું કે ચાર ગણું? સમજો ફાયનાન્સના 72, 114 અને 144 ના સરળ નિયમો

કોઈપણ જટિલ ગણતરી વગર જાણી લો કે તમારા પૈસા ક્યારે 2 ગણા, 3 ગણા કે 4 ગણા થશે. રોકાણકારો માટે વળતરની ગણતરી સરળ બનાવતા ફાયનાન્સના 3 જાદુઈ નિયમો વિશે વાંચો.

| Updated on: Aug 20, 2026 | 6:52 PM
Share
જો તમે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ કે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરો છો, તો તમારા મનમાં એ સવાલ ચોક્કસ થતો હશે કે તમારું રોકાણ કેટલા સમયમાં બમણું (2 ગણું), ત્રણ ગણું કે ચાર ગણું થશે. આ જાણવા માટે તમારે કોઈ જટિલ ગણિત કરવાની જરૂર નથી. પર્સનલ ફાયનાન્સમાં 72, 114 અને 144 ના ત્રણ એવા સરળ અને અકસીર નિયમો છે, જેની મદદથી તમે માત્ર અંદાજિત વાર્ષિક વળતર (રિટર્ન) ના આધારે તમારા પૈસા વધવાનો સમયગાળો સરળતાથી શોધી શકો છો.

1 / 6
નિયમ 72 (Rule of 72): રોકાણ ક્યારે બમણું થશે? આ નિયમ દર્શાવે છે કે તમારા રોકાણને બમણું (2 ગણું) થવામાં આશરે કેટલા વર્ષ લાગશે. આ માટે 72 ને વાર્ષિક મળતા અંદાજિત રિટર્નના ટકા વડે ભાગવામાં આવે છે. ઉદાહરણ: જો તમે ₹1 લાખનું રોકાણ કર્યું હોય અને તેના પર 10% વાર્ષિક રિટર્ન મળતું હોય, તો 72 ÷ 10 = ૭.2 વર્ષ થશે. એટલે કે તમારું રોકાણ આશરે 7.2 વર્ષમાં ₹2 લાખ થઈ જશે.

2 / 6
નિયમ 114 (Rule of 114): રોકાણ ક્યારે ત્રણ ગણું થશે? જો તમારું લક્ષ્ય તમારા પૈસાને ત્રણ ગણા કરવાનું હોય, તો 114 નો નિયમ કામ આવે છે. આમાં 114 ને વાર્ષિક રિટર્નના દર વડે ભાગવામાં આવે છે. ઉદાહરણ: જો અંદાજિત વાર્ષિક વળતર 10% હોય, તો 114 ÷ 10 = 11.4 વર્ષ આવશે. આનો અર્થ એ થયો કે ₹1 લાખનું રોકાણ આશરે 11.4 વર્ષમાં વધીને ₹3 લાખ થઈ જશે.

3 / 6
નિયમ 144 (Rule of 144): રોકાણ ક્યારે ચાર ગણું થશે? જો તમે તમારા રોકાણને ચાર ગણું વધારવા માંગો છો, તો 144 નો નિયમ ઉપયોગી બને છે. આમાં 144 ને અંદાજિત વાર્ષિક વળતર વડે ભાગવામાં આવે છે. ઉદાહરણ: 10% વાર્ષિક વળતરના હિસાબે 144 ÷ 10 = 14.4 વર્ષ થશે. એટલે કે ₹1 લાખનું મૂડીરોકાણ લગભગ 14.4 વર્ષમાં ₹4 લાખના સ્તરે પહોંચી શકે છે.

4 / 6
રોકાણકારો માટે આ નિયમો કેમ મહત્વપૂર્ણ છે? આ ત્રણેય નિયમો સચોટ ભવિષ્યવાણી કરતા નથી, પરંતુ રોકાણકારોને ઝડપી અને વાસ્તવિક અંદાજ આપે છે. આ નિયમો મુખ્યત્વે એવા રોકાણો પર વધુ અસરકારક સાબિત થાય છે જ્યાં ચક્રવૃદ્ધિ વ્યાજ (કમ્પાઉન્ડિંગ) નો લાભ મળતો હોય. તેથી, નાણાકીય આયોજન કરતી વખતે આ નિયમોનો ઉપયોગ માર્ગદર્શક (થમ્બ રૂલ) તરીકે કરવો હિતાવહ છે.

5 / 6
ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

6 / 6

જિયો-બ્લેકરોક લાવી રહ્યું છે નવુ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ: માત્ર ₹500 થી કરી શકાશે રોકાણ, એક્ઝિટ લોડ સંપૂર્ણ ફ્રી, જાણો ખાસિયતો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">