AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાની ઉંમરે કિડની ખરાબ કરી રહ્યા છે આ 4 સાયલન્ટ કિલર, બચવું હોય તો આજે જ બદલો તમારી આ આદત!

આજની બદલાતી લાઇફસ્ટાઇલ અને કેટલીક ખોટી આદતોના કારણે નાની ઉંમરે પણ કિડનીની તંદુરસ્તી પ્રભાવિત થઈ શકે છે. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, વધારે વજન અને અસ્વસ્થ લાઇફસ્ટાઇલ જેવા પરિબળો કિડનીની બીમારીનું જોખમ વધારી શકે છે.

| Updated on: Aug 21, 2026 | 11:25 AM
Share
આજની બદલાતી લાઇફસ્ટાઇલ અને ચોક્કસ આદતોને કારણે નાની ઉંમરે પણ કિડનીના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. (Image Source | iStock)

1 / 6
જો તમે તમારા ડાયટમાં મેંદામાંથી બનેલી વસ્તુઓ, મીઠાઈ, કેક અને પેસ્ટ્રીનું ખૂબ વધારે સેવન કરો છો, તો વજન અને બ્લડ શુગર વધવાનું જોખમ વધી શકે છે. આ સ્થિતિઓ લાંબા ગાળે કિડનીના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. તેથી વધુ પડતી ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું અને સંતુલિત ડાયટ લેવું જરૂરી છે. (Image Source | iStock)

2 / 6
લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવું તમારી કિડની માટે ખૂબ જ નુકસાનકારક છે. કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવાથી રક્ત પરિભ્રમણ ધીમું થાય છે, ચયાપચય ધીમું થાય છે અને બ્લડ પ્રેશર વધે છે. આ ધીમે ધીમે કિડની પર અસર કરે છે. તેથી દર અડધા કલાકે ઉઠો, સ્ટ્રેંચિંગ કરો અને થોડું ચાલવાનું રાખો.(Image Source | iStock)

3 / 6
વધુ પડતું મીઠું લેવાથી તમારું બ્લડ પ્રેશર વધી શકે છે અને તે કિડનીને નુકસાન પહોચાડી શકે છે. મીઠાનો ઉપયોગ ફક્ત ખોરાકમાં જ થતો નથી પરંતુ પેકેજ્ડ ફૂડ્સ, ચટણી, ચિપ્સ અને તૈયાર માલમાં પણ હોય છે. જે તમારી કિડનીને નબળી પાડી શકે છે. તેથી પેકેજ્ડ ફૂડ્સનું સેવન મર્યાદિત માત્રામાં કરો. (Image Source | iStock)

4 / 6
તમારી કિડનીને સ્વસ્થ રાખવા માટે, પુષ્કળ પાણી પીઓ. પાણી પીવાથી તમારી કિડની સરળતાથી ઝેરી તત્વોને ફિલ્ટર કરવામાં મદદ મળે છે, જેનાથી તે સ્વસ્થ રહે છે. ઉપરાંત, વર્ષમાં ઓછામાં ઓછા એક વખત તમારી કિડનીની તપાસ કરાવવી. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. તેથી કોઈપણ ખાસ ડાયેટ અથવા પાણીના પ્રમાણમાં મોટો ફેરફાર કરતા પહેલાં તબીબી સલાહ લેવી જરૂરી છે. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, લાંબું જીવન જીવવું છે? આ 5 આદતોને આજથી જ બનાવો જીવનનો ભાગ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">