AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: મેટ્રોમાં ચારેય બાજુ સાપ જેવા જીવો, અચાનક ફ્લોર પર સરકવા લાગ્યા આ ખતરનાક જંતુઓ

સોશિયલ મીડિયા પર મેટ્રોના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે પણ તાજેતરમાં સામે આવેલા એક વીડિયોએ સૌને ચોંકાવી દીધા છે. મેટ્રો ટ્રેનના કોચમાં અચાનક ડઝનબંધ સાપ જેવા જીવો સરકતા દેખાતાં મુસાફરોમાં ક્ષણભર માટે ગભરાટ ફેલાઈ ગયો હતો. ક્ષણભર માટે તો સ્થિતિ એવી બની કે, ગભરાટમાં મોટી ભાગદોડ મચી શકતી હતી પરંતુ આગળ જે નઝારો જોવા મળ્યો, તેને જોઈને દરેક વ્યક્તિ પોતાની આંખો પર વિશ્વાસ કરવા માટે તૈયાર નથી.

Trending Video: મેટ્રોમાં ચારેય બાજુ સાપ જેવા જીવો, અચાનક ફ્લોર પર સરકવા લાગ્યા આ ખતરનાક જંતુઓ
| Updated on: Aug 21, 2026 | 5:54 PM
Share

સોશિયલ મીડિયા પર અવારનવાર મેટ્રોને લગતા અનેક અજીબોગરીબ અને હેરાન કરી દે તેવા વીડિયો વાયરલ થતા રહે છે. તાજેતરમાં ચીનની મેટ્રો ટ્રેનમાંથી જે દ્રશ્ય સામે આવ્યું છે, તેને જોઈને તમારી આંખો ખુલ્લીને ખુલ્લી રહી જશે.

ખાસ વાત એ છે કે, જેણે પણ આ દ્રશ્ય જોયું તેને એક ક્ષણ માટે પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો હતો. હવે જોવા જેવું એ છે કે, આ વિડિયો લોકો વચ્ચે છવાયેલો છે અને યુઝર્સ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ડઝનબંધ ઈલ માછલીઓ સરકી

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મેટ્રો કોચની અંદર ફ્લોર (તળિયા) પર ડઝનબંધ ઈલ માછલીઓ સરકી રહી છે. આ માછલીઓ દેખાવમાં બિલકુલ પાતળા સાપ જેવી લાગે છે.

વાસ્તવમાં, મેટ્રોમાં મુસાફરી કરી રહેલા એક વૃદ્ધ મુસાફરની ડોલમાં આ માછલીઓ રાખવામાં આવી હતી, જે અચાનક ઢાંકણું ખુલવા કે ડોલ ઊંધી પડી જવાના કારણે આખા કોચના ફ્લોર પર ફેલાઈ ગઈ.

સામાન્ય રીતે આવી સ્થિતિમાં મેટ્રો કોચમાં બૂમાબૂમ મચી શકતી હતી અને નાસભાગનો માહોલ સર્જાઈ શકતો હતો. એવામાં ચીની મુસાફરોએ સંયમની સાથે સાથે માનવતાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું.

ડર્યા વગર અનેક પેસેન્જર્સ તરત જ આગળ આવ્યા અને તે ચીકણી, હાથમાંથી સરકી જતી ઈલ માછલીઓને પોતાના ખુલ્લા હાથોથી પકડી-પકડીને ફરીથી વૃદ્ધની ડોલમાં મૂકવા લાગ્યા.

મેટ્રોમાં દેખાયું અનોખું દ્રશ્ય

વીડિયો જોઈને એક ક્ષણ માટે તમે પણ ચોક્કસ ગભરાઈ ગયા હશો. ઘણા લોકો તો તેને સાપ જ સમજી રહ્યા હશે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, યુવાનો અને વૃદ્ધો બંને ભેગા મળીને એક-એક કરીને ફ્લોર પર સરકી રહેલી તમામ માછલીઓને સુરક્ષિત ડોલમાં ભરી રહ્યા છે. જોતજોતામાં આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ્સ પર ઝડપથી વાયરલ થઈ ગયો.

કેટલાક લોકો મુસાફરોના આ શાંત અને મદદરૂપ વલણના ભારે વખાણ કરી રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે, મુસાફરો આ દ્રશ્યથી પેનિક (ગભરાઈ) થઈ શકતા હતા, ત્યાં આવી સમજદારી જોવી એ ખરેખર પ્રશંસાને લાયક છે.

Trending Video : અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને તમે? વાયરલ વીડિયો બાદ મચ્યો હોબાળો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">