Vastu Tips : સ્ટીલના ગ્લાસમાં ભૂલથી પણ પાણી ના પીતા, આ 3 ગ્રહો નબળા પડશે અને જીવન દુ:ખમય થઈ જશે
જો તમે સ્ટીલના ગ્લાસમાંથી પાણી પીતા હોવ, તો સાવચેત થઈ જજો. સ્ટીલના ગ્લાસમાંથી પાણી પીવાથી કયા ગ્રહો નબળા પડે છે? જો આ વાત તમને ખબર પડશે તો, તમે આજથી જ સ્ટીલના ગ્લાસમાંથી પાણી પીવાનું બંધ કરી દેશો.

વાસ્તુશાસ્ત્રનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. એવું કહેવાય છે કે, જો તેમાં જણાવેલ નિયમોનું કોઈપણ કામ પહેલાં અથવા તે દરમિયાન યોગ્ય રીતે પાલન કરવામાં આવે છે, તો તેના પરિણામો સુખદ અને સકારાત્મક મળે છે. જો આ નિયમોની અવગણના કરવામાં આવે તો તેના પરિણામો એટલા જ પ્રતિકૂળ સાબિત થઈ શકે છે.

બીજું કે, વાસ્તુશાસ્ત્રમાં પાણી પીવાના કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે, જેમાંથી એક એ છે કે તમારે સ્ટીલના ગ્લાસમાંથી પાણી કેમ ન પીવું જોઈએ? વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્ટીલના ગ્લાસમાંથી પાણી પીવાથી ત્રણ ગ્રહો નબળા પડી જાય છે.

વાસ્તુ નિષ્ણાતો કહે છે કે, તમારી કુંડળીમાં ચંદ્રનું મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. તમારો ચંદ્ર મજબૂત હોય છે, ત્યારે તમારું મન ક્યારેય અશાંત રહેતું નથી. જો કે, જ્યારે તે નબળો પડે છે, ત્યારે તમારું મન અશાંત થઈ જાય છે અને તમારી લાગણીઓ પર કાબૂ રહેતો નથી. જો તમે શાંત અને સ્થિર મન રાખવા માંગતા હોવ, તો તમારે આજે જ સ્ટીલના ગ્લાસમાંથી પાણી પીવાનું બંધ કરવું જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, સ્ટીલના ગ્લાસ રાહુની નકારાત્મક અસરોને વધારે છે. નિષ્ણાતો કહે છે કે, જ્યારે રાહુ નબળો પડે છે, ત્યારે તમને સ્વાસ્થ્ય સમસ્યા, મૂંઝવણ અથવા મોટિવેશનનો અભાવ અનુભવી શકાય છે.

વધુમાં વાસ્તુ નિષ્ણાતો શુક્રની શક્તિ પર ખૂબ ભાર મૂકે છે. નિષ્ણાતો માને છે કે, જ્યારે તમે સ્ટીલના ગ્લાસમાંથી પાણી પીઓ છો, ત્યારે તમારો શુક્ર પણ નબળો પડી જાય છે. હવે એવામાં જો શુક્ર નબળો પડે છે, ત્યારે તે તમારા સંબંધો પર સીધી અસર કરે છે. આ સિવાય તમને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને બીજાની સામે તમારું આકર્ષણ પણ ઘટી જાય છે.
(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો.
