Travel With Tv9 : અમદાવાદથી 90 કિમી દૂર આવેલા આ મંદિરમાં 24 કલાક સાબરમતી નદીના જળથી થાય છે અભિષેક
શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતમાં આવેલા મહાદેવના ક્યાં મંદિરે તમે શિવરાત્રીના દિવસે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા જવાનો ટ્રાવેલ પ્લાન જોઈશું.

અમદાવાદથી 90 કિલો મીટર દૂર આવેલા આવેલા સપ્તેશ્વર મંદિરમાં લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે તમે પણ મહાશિવરાત્રીના રોજ આ મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો.

સાબરકાંઠાના હિંમતનગર પાસે સપ્તેશ્વર મંદિર આવેલું છે. જ્યાં સાબરમતી નદીના જળથી 24 કલાક શિવલિંગ પર જળાભિષેક થાય છે. જે એક રહસ્યમય છે.

લોક માન્યતા અનુસાર સાત મહર્ષિઓની તપોભૂમિ માનવામાં આવે છે. આ મંદિરમાં કશ્યપ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, અત્રિ, જમદગ્નિ અને ગૌતમ, આ સાતેય ઋષિએ તપ કર્યું હોવાનું માનવામાં આવે છે.

અમદાવાદથી સપ્તેશ્વર મંદિરે એસટી બસ અથવા ખાનગી કાર દ્વારા પણ જઈ શકો છો તમે હિંમતનગરથી અથવા ઈડર સુધી બસ દ્વારા પહોંચી તમે સ્થાનિક વાહન દ્વારા પણ તમે મંદિરમાં પહોંચી શકો છો.

સપ્તેશ્વર મંદિરમાં દર્શન કર્યા બાદ તમે હિંમતનગર નજીક આવેલા કંટાળેશ્વર હનુમાન ધામ ખાતે શિવરાત્રીની ઉજવણી નિમીત્તે સવા મણ રુના દિવાની જ્યોત પ્રગટાવવામાં આવે છે. વિશ્વ કલ્યાણ માટે થઈને શિવરાત્રીએ અહીં વર્ષોથી પરંપરા રહી છે.
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.
