Travel Tips : સુરત નજીકના આ સ્થળો કપલ માટે બેસ્ટ છે, વીકએન્ડમાં ફરવાનો પ્લાન બનાવો
સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગમાં નદી-નાળા, ચેકડેમ ઓવરફ્લો થયા છે. સતત વરસાદથી પાણીની આવક થતા નદી બે કાંઠે વહી રહી છે. અત્યાર સુધી ઉમરપાડામાં સીઝનનો 21 ઈંચ વરસાદ ખાબક્યો છે.તો આજે આપણે સુરતના ફેમસ ફરવા લાયક સ્થળો વિશે વાત કરીએ.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 170 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. સુરત જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. સુરત શહેરમાં 24 કલાકમાં 13.6 ઈંચ વરસાદ ખાબક્યો છે.

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે.સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે.

સુરત ગુજરાતનું એક મુખ્ય શહેર છે. આ શહેરની આસપાસ ઘણી બધી અદ્ભુત અને સુંદર જગ્યાઓ છે, જ્યાં તમે વીકએન્ડમાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે.સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે.સુરત શહેરથી 16 કિમી દૂર ડુમસ, એક બીચ છે. એક વધુ સુંદર બીચ હજીરા છે જે શહેરથી 28 કિ.મી દૂર છે.

જ્યારે સુરતની આસપાસ ફરવા માટે કેટલાક અદ્ભુત અને મનોહર સ્થળોની વાત આવે છે, ત્યારે ઘણા લોકો પહેલા હજીરાનું નામ લે છે. તાપી નદીના કિનારે સ્થિત હજીરા, સમગ્ર ભારતમાં એક મુખ્ય બંદર તરીકે જાણીતું છે. અહી દરરોજ એક ડઝનથી વધુ જહાજો અહીંથી આવે છે અને જાય છે. હજીરાથી અરબી સમુદ્ર અને પર્શિયન ગલ્ફની સુંદરતા જોઈ શકાય છે. તમે અહીં વોટર સ્પોર્ટ્સનો પણ આનંદ માણી શકો છો.

કેટલાક લોકો તણાવ દૂર કરવા માટે પરિવાર અને મિત્રો સાથે દરિયા કિનારાની મુલાકાત લે છે. લોકો પ્રકૃતિની વચ્ચે સુંદર સમય વિતાવીને હળવાશ અનુભવે છે. કેટલાક લોકો ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને શાંતિ શોધે છે, જ્યારે કેટલાક લોકો સમુદ્રની મુલાકાત લઈને મજા માણે છે. તો તમે પણ જો સુરત જઈ રહ્યા છો તો ઉભરાત બીચની મુલાકાત લઈ શકો છો.ઉભરત બીચએ સુરત જિલ્લામાં નવસારી નજીક આવેલો એક બીચ છે.

સરથાણા પાર્ક બાળકોનું ફેવરિટ ડેસ્ટિનેશન છે. સરથાણા પાર્ક સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત છે.જે ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર છે.આ ઉદ્યાન 81 એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે

જો તમે બાળકો સાથે સુરતની મુલાકાત લેવા જઈ રહ્યા છો. તો સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ શકો છો.અંબિકા નિકેતન મંદિરનું નિર્માણ 1969 માં કરવામાં આવ્યું હતું અને તે અંબિકા દેવીને સમર્પિત હતું. અહી મોટી સંખ્યાં ભકતો દર્શન કરવા આવે છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
