Travel Tips : ગુજરાતમાં ફોટોગ્રાફી અને એડવેન્ચર માટે બેસ્ટ છે આ સ્થળો, જુઓ ફોટો
લોકોને એક દિવસ, 2 દિવસ કે પછી અઠવાડિયાની રજા મળે એટલે પરિવાર,મિત્રો કે પછી પત્ની સાથે ફરવા માટે પ્લાન બનાવે છે. તો આજે અમે તમને ગુજરાતના કેટલાક એવા સ્થળો વિશે જણાવીશું જે ફોટોગ્રાફી માટે બેસ્ટ છે.

ગુજરાત પ્રવાસીઓ માટે બેસ્ટ છે. અહી તમને ડુંગરો, દરિયો, જંગલ અને રણમાં ફરવા માટે બેસ્ટ સ્થળો પ્લાન બનાવી શકો છો. જો તમે પરિવાર સાથે ફરવાનો પ્લાન બનાવો છો. આ સાથે તમારે બેસ્ટ ફોટોગ્રાફી પણ કરવી છે. તો આજે અમે તમને ગુજરાતમાં ફોટોગ્રાફી માટે બેસ્ટ સ્થળોની વાત કરીશુ.

જો તમે ગુજરાતમાં ફરવા માટે અને ફોટોગ્રાફી માટે સારા સ્થળો શોધી રહ્યા છો, તો કચ્છ એ સ્થળોમાંથી એક છે જે તમારે અવશ્ય જોવા જોઈએ. અહીંની સ્થાપત્ય ભવ્યતા, સાંસ્કૃતિક સુંદરતા અને સ્વાદિષ્ટ ભોજન તમને આ સ્થળના દિવાના બનાવશે. કચ્છ ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલું છે, કચ્છનો રણ મહોત્સવ તમારા માટે એક યાદગાર પ્રવાસ રહેશે. તમે કચ્છના રણની સફર માટે ભુજથી શરૂઆત કરી શકો છો.

આ ઇતિહાસના જાણકાર માટે એક ઉત્તમ સ્થળ છે, જૂનાગઢમાં ઘણા બધા સ્મારકો છે. જૂનાગઢમાં તમે 2 થી 3 દિવસ સુધીનો પ્લાન બનાવી શકો છો. અહી વાઇલ્ડલાઇફ મ્યુઝિયમ અને ફેમસ સક્કાદાર પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લો. ઉપરકોટ કિલ્લાની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, જે જૂનાગઢમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. સાથે તમે ભવનાથ સહિત શહેરના અનેક ફરવા લાયક સ્થળો પર ફોટોશૂટ કરી શકો છો.

આમ તો દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ગુજરાતમાં ગણવામાં આવતું નથી પરંતુ ભૌગલિક રીતે ગુજરાત સાથે જોડાયેલું છે. દીવમાં નાગવા બીચ પર લોકોની ખુબ ભીડ જોવા મળે છે. અહીના અનેક બીચ સ્પોર્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે.

ગુજરાતમાં પ્રાકૃતિક સૌંદર્યનો ભંડાર રહેલો છે. વરસાદ આવતા જ ગુજરાતના જંગલો લીલાછમ જોવા મળે છે. તમે ફોટોગ્રાફી કરવા માંગો છો. તો પોલો ફોરેસ્ટ, જૂનાગઢનું ભવનાથ, ડાંગ, સાપુતારા હિલસ્ટેશન પર તમે સુંદર ફોટોશૂટ કરી શકો છો.

ગોમતી નદીના કિનારે આવેલું દ્વારકાધીશનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર રહેલું છે. અહી કૃષ્ણપ્રેમી ભક્તોની ભીડ મોટી સંખ્યામાં જોવા મળે છે આસપાસ પણ અનેક ધાર્મિક સ્થળો આવેલા છે.જ્યાં તમે ફોટોશૂટ કરી શકો છો.

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં સ્થિત પાવાગઢ એક પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. આ પહાડ પર તમે પ્રાકૃતિક સુંદરતા તથા ટ્રેકિંગનો આનંદ પણ લઇ શકો છો.અમદાવાદથી ડબલ ડેકર બસ પણ ગાંધીનગર ચાલુ છે. તમે ડબલડેકર બસમાં બેસીને પણ મુસાફરી કરી શકો છો. તેમજ મેટ્રો ટ્રેનમાં પણ ગાંધીનગર જઈ શકો છો.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
