માં લક્ષ્મીના આટલા મંત્રો યાદ રાખજો, તમારું જીવન ધન્ય-ધન્ય થઈ જશે
જો તમે ધનની દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો હિન્દુ શાસ્ત્રોમાં ઘણા મંત્રોના જાપ વિશે માહિતી આપવામાં આવી છે. જો તમે પદ્ધતિ અનુસાર મંત્રોનો જાપ કરશો, તો માં લક્ષ્મી પ્રસન્ન થશે અને તેમના આશીર્વાદ તમારા પર વરસાવશે.

લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિની બધી આર્થિક સમસ્યાઓનો અંત આવે છે અને અટકેલા કાર્યોમાં સફળતા મળે છે. તો ચાલો જાણીએ કે, ધનની દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કયા કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.

માં લક્ષ્મીની કૃપા મેળવવાનો મંત્ર: વૈભવ લક્ષ્મી મંત્રનો 108 વાર જાપ કરવાથી માં લક્ષ્મી તમારા પર પોતાની કૃપા બનાવી રાખે છે. જેનો મંત્ર 'ઓમ શ્રીં હ્રીં ક્લીમ શ્રી સિદ્ધ લક્ષ્મિયે નમઃ' છે.

પૈસાની સમસ્યા દૂર કરવાનો મંત્ર: લક્ષ્મી માતાના આ મંત્રનો દરરોજ 11 વાર જાપ કરવો જોઈએ. આનાથી વ્યક્તિની પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. જેનો મંત્ર 'ધનાય નમો નમઃ' છે.

અન્ન અને ધન માટેનો મંત્ર: જો તમે આ મંત્રનો જાપ કરો છો, તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે. આનાથી અન્ન અને ધનનો કોઈ અભાવ રહેતો નથી. આ મંત્રનો જાપ કુશ આસન પર બેસીને કરો. આનો મંત્ર 'ઓમ લક્ષ્મી નમઃ' છે.

શુભ કાર્યમાં અડચણ ના આવે તે માટે: આ મંત્રનો જાપ કરવાથી શુભ કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થઈ જાય છે. આનો મંત્ર 'ઓમ હ્રીમ હ્રીમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ' છે.

સુખ સમૃદ્ધિ બની રહે તે માટે: આ મંત્રનો જાપ કરવાથી વિવાહિત જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને પતિ-પત્ની વચ્ચેનો સંબંધ પ્રેમથી બંધાયેલો રહે છે. આનો મંત્ર 'લક્ષ્મી નારાયણાય નમઃ' છે.

કોઈ કાર્યમાં સફળતા મેળવવી હોય તેના માટે: આ મંત્રનો જાપ કરવાથી સાધકને બધી બાજુથી સફળતા મળે છે. માં લક્ષ્મીની ચાંદીની મૂર્તિ અથવા અષ્ટધાતુથી બનેલી મૂર્તિની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરો. આનો મંત્ર 'ઓમ શ્રીં હ્રીં ક્લીં શ્રી સિદ્ધ લક્ષ્મીયે નમઃ' છે.

ધનલાભ માટે: જો તમે શુક્રવારે કમળના બીજની માળા સાથે આ મંત્રનો જાપ કરશો, તો તમને ધનલાભ થશે. જેનો મંત્ર 'ઓમ ધનાય નમઃ' છે.

દેવું કર્યું હોય અને તેનાથી મુક્તિ મેળવવી હોય તો: દેવાથી મુક્તિ મેળવવા માટે માં લક્ષ્મીના ખાસ મંત્રનો જાપ કરો. આવું કરવાથી નાણાકીય સમસ્યાઓ દૂર થશે અને દેવું થતું બંધ થશે. આના માટેનો મંત્ર 'ઓમ હ્રીમ શ્રી ક્રીમ ક્લીમ શ્રી લક્ષ્મી મમ ગૃહે ધન પૂરયે, ધન પૂરયે, ચિંતાયેં દૂરયે-દૂરયે સ્વાહા:' છે.
(Disclaimer: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.)
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
