ઘરમાં છે વંદાઓનો ભયંકર ત્રાસ ! આ ટિપ્સથી દવા છાંટ્યા વિના જ મિનિટોમાં થઇ જશે ગાયબ
ઘરમાં સફાઇ રાખવા છતા પણ વંદાઓનો ત્રાસ થઇ જાય છે. તેના ઘરમાં રહેવાના કારણે ફૂડ પોઈઝનિંગનું જોખમ રહેલું છે. તેનાથી ટાઈફોઈડ પણ થઈ શકે છે. આ સિવાય જો તમે કોઈ એવી વસ્તુ ખાઓ છો જેને વંદો અડ્યો હોય તો તમને એલર્જી, ફોલ્લીઓ અને આંખોમાં પાણી આવવાની સમસ્યા થઈ શકે છે. જો કે તમે મિનિટોમાં કેટલીક ટિપ્સથી આ વંદાઓથી જ છુટકારો મેળવી શકો છો.

ઘરમાં સફાઇ રાખવા છતા પણ વંદાઓનો ત્રાસ થઇ જાય છે. તેના ઘરમાં રહેવાના કારણે ફૂડ પોઈઝનિંગનું જોખમ રહેલું છે. તેનાથી ટાઈફોઈડ પણ થઈ શકે છે. આ સિવાય જો તમે કોઈ એવી વસ્તુ ખાઓ છો જેને વંદો અડ્યો હોય તો તમને એલર્જી, ફોલ્લીઓ અને આંખોમાં પાણી આવવાની સમસ્યા થઈ શકે છે.જો કે તમે મિનિટોમાં કેટલીક ટિપ્સથી આ વંદાઓથી જ છુટકારો મેળવી શકો છો.

વંદાની લાળમાં રહેલા વાયરસને કારણે ઘણી બીમારી થાય છે. આ સ્થિતિમાં તરત જ તેનાથી છુટકારો મેળવવાના ઉપાયો કરવા ખૂબ જરૂરી છે. અહીં જણાવેલી ટિપ્સ તમને વંદાથી છુટકારો મેળવવામાં ઘણી મદદગાર સાબિત થઈ શકે છે.

રસોડામાં રાખવામાં આવેલા બેકિંગ સોડા વંદાથી છુટકારો મેળવવામાં મદદગાર સાબિત થઈ શકે છે. આ માટે તમારે એક ચમચી ખાવાના સોડામાં અડધી ચમચી ખાંડ ભેળવીને જ્યાંથી વંદો આવે છે ત્યાં તિરાડોમાં નાખવો. બધા વંદા ખાંડથી આકર્ષિત થશે અને બહાર આવશે અને ખાવાનો સોડા ખાશે અને મરી જશે.

લીમડામાં જંતુનાશક ગુણ હોય છે.વંદાથીથી છુટકારો મેળવવા માટે તેનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાત્રે સૂતા પહેલા લીમડાનો પાઉડર અથવા તેનું તેલ વંદાઓ છુપાયેલા હોય તેવી જગ્યાઓ પર છાંટો. જેના કારણે તેની ગંધના કારણે વંદો હંમેશા માટે ભાગી જાય છે.

જો તમે વંદાને માર્યા વિના હંમેશ માટે છુટકારો મેળવવા માગો છો, તો તમાલપત્ર તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે. તમાલપત્રને પીસીને પાવડર બનાવો અથવા તેને ગરમ પાણીમાં ઉકાળો. હવે તેને તે જગ્યાએ સ્પ્રે કરો જ્યાં તમને મોટાભાગે વંદો જોવા મળે છે.

લવિંગની સુગંધ પણ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. જેના કારણે જંતુઓ તેની નજીક આવવાનું ટાળે છે. આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં વંદો આતંક મચાવતા હોય તો તમે લવિંગનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે માત્ર કોકરોચની જગ્યાઓ પાસે થોડી લવિંગ રાખવાની છે.
