Tata ના આ શેર પર ₹1,000 કમાવાની તક, મોટી-મોટી બ્રોકરેજ ફર્મ્સે આપ્યું ‘Buy’ રેટિંગ
ટાટા ગ્રુપની એક દિગ્ગજ કંપનીના શેરમાં સોમવારે 10 ઓગસ્ટના રોજ જોરદાર તેજી જોવા મળી. જૂન ક્વાર્ટરના શાનદાર પરિણામો બાદ શેરના ભાવમાં એક જ દિવસમાં 3.02% નો મોટો ઉછાળો આવ્યો છે. મજબૂત કમાણી અને તહેવારોની આવનારી સિઝનને જોતાં મોટી-મોટી બ્રોકરેજ ફર્મ્સે પણ આ શેર પર મોટો ટાર્ગેટ આપ્યો છે, જ્યાંથી પ્રતિ શેર ₹1,000 સુધીની કમાણીનો અંદાજ છે.

ટાટા ગ્રુપ (Tata Group) ની કંપનીના આ શેર્સમાં સોમવારે 10 ઓગસ્ટના રોજ સારી તેજી જોવા મળી. Q1 FY27 ના મજબૂત પરિણામ બાદ આ શેર્સ આશરે 3.02 ટકા ઉછળીને 5,090.00 રૂપિયાના સ્તરે બંધ થયા હતા. કંપનીના પરિણામોએ બ્રોકરેજ ફર્મોને પણ પોતાના અંદાજ અને ટાર્ગેટ પ્રાઇસ પર ફરીથી વિચાર કરવા માટે મજબૂર કર્યા છે. ઘણી બ્રોકરેજ ફર્મો હજુ પણ ટાટા ગ્રુપ (Tata Group) ની આ કંપનીના શેર્સને લઈને સકારાત્મક છે અને વર્તમાન સ્તરથી સારી તેજીની શક્યતા જોઈ રહી છે.

Titan ના શેર પર Motilal Oswal નો 6,000 રૂપિયાનો ટાર્ગેટ આશરે 19-21 ટકાની સંભવિત તેજી દર્શાવે છે. ટૂંકમાં, વર્તમાન ભાવથી જોઈએ તો દરેક શેર પર આશરે 1,000 રૂપિયા સુધી કમાણીની તક બને છે. Titan એ જૂન ત્રિમાસિક ગાળામાં મજબૂત પ્રદર્શન કર્યું છે. કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 63 ટકા વધીને 1,777 કરોડ રૂપિયા થઈ ગયો, જ્યારે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં તે 1,091 કરોડ રૂપિયા હતો. કંપનીની કુલ આવક પણ 40 ટકા વધીને 20,753 કરોડ રૂપિયા પહોંચી ગઈ.

કંપનીના પ્રદર્શનમાં Jewellery Business ની મોટી ભૂમિકા રહી. બુલિયન અને ડિજિટલ સોનાના વેચાણને બાદ કરતાં, ઝવેરાત પોર્ટફોલિયોમાંથી આવક 43 ટકા વધીને રૂ. 18,253 કરોડ થઈ. કંપનીએ આ પ્રદર્શન પાછળ Akshaya Tritiya, Festive Purchases, Exchange Programmes અને ત્રિમાસિક ગાળા દરમિયાન સરખામણીએ સ્થિર Gold Prices ને મુખ્ય કારણ બતાવ્યા.

Motilal Oswal એ Titan પર Buy રેટિંગ જાળવી રાખતા 6,000 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. બ્રોકરેજે FY27 અને FY28 ના EPS અંદાજમાં 3-4 ટકાનો વધારો કર્યો છે. તેમનું માનવું છે કે, Sourcing, Studded Jewellery, Youth-Focused Strategy અને મજબૂત Brand Positioning ના કારણે Titan પોતાના સમકક્ષો (Peers) કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે.

બ્રોકરેજના જણાવ્યા અનુસાર, જૂન 2026 સુધીમાં કંપનીના સ્ટોર્સની સંખ્યા 3,551 થઈ ચૂકી છે અને આગળ પણ Expansion ની શક્યતા છે. Motilal Oswal ને FY26-28 દરમિયાન 18 ટકા Sales CAGR, 22 ટકા EBITDA CAGR અને 25 ટકા APAT CAGR ની અપેક્ષા છે.

Citi એ Titan પર Buy રેટિંગ કાયમ રાખતા ટાર્ગેટ પ્રાઇસ 5,075 રૂપિયાથી વધારીને 5,700 રૂપિયા કરી દીધો છે. બ્રોકરેજને Jewellery Revenue અને EBIT Growth માં મજબૂતી દેખાઈ રહી છે. તેમનું માનવું છે કે, Gold Prices માં ઉતાર-ચઢાવ છતાં Titan Double-Digit Revenue Growth જાળવી રાખી શકે છે.

બીજી તરફ, Nuvama એ શેરમાં તાજેતરમાં આવેલી તેજીને ધ્યાનમાં રાખીને રેટિંગ Buy થી ઘટાડીને Hold કરી દીધું છે. જો કે, તેમણે ટાર્ગેટ પ્રાઇસ 5,030 રૂપિયાથી વધારીને 5,241 રૂપિયા કર્યો છે. Elara Securities એ પણ Valuation ને ધ્યાનમાં રાખીને Accumulate રેટિંગ આપ્યું છે અને 5,300 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે.

Morgan Stanley એ Titan પર Overweight રેટિંગ અને Analyst Top Pick નો દરજ્જો જાળવી રાખ્યો છે. બ્રોકરેજે ટાર્ગેટ પ્રાઇસ 5,182 રૂપિયાથી વધારીને 5,483 રૂપિયા કરી દીધો છે. તેમનું કહેવું છે કે, જુલાઈમાં Growth Trends મજબૂત રહ્યા અને કંપની Long-Term Guidance ને લઈને Confident છે.

જો કે, બ્રોકરેજે Gold Prices, Discretionary Spending અને Jewellery Buyers ની Growth ને આગળ માટે મહત્વના સૂચક માન્યા છે. એવામાં Q1 ના મજબૂત ગ્રોથ છતાં રોકાણકારોની નજર આવનારા ત્રિમાસિક ગાળામાં Demand અને Margins ની Sustainability પર રહેશે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આ શેર ₹2,000 ને પાર જશે, મળશે 46% નું બમ્પર રિટર્ન… ડિજિટલ પેમેન્ટ કંપનીના રોકાણકારો માટે ‘મોટા સમાચાર’
