AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ટાટા ગ્રુપનો મોટો નિર્ણય, એન. ચંદ્રશેખરનને મળ્યું પાંચ વર્ષનું એક્સટેન્શન, IPOની તૈયારીમાં ભજવશે મહત્વની ભૂમિકા

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનનો કાર્યકાળ વધુ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે, જે તેમના નેતૃત્વમાં ટાટા ગ્રુપને વધુ મજબૂત બનાવશે. આ સાથે, બોર્ડે ટાટા સન્સના IPO માટેની તૈયારીઓને પણ મંજૂરી આપી છે, જે કંપનીને જાહેર સૂચિબદ્ધ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

| Updated on: Sep 17, 2026 | 3:45 PM
Share
ટાટા ગ્રુપ તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે ચેરમેન તરીકે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટાટા સન્સના બોર્ડે ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026ના રોજ મળેલી બેઠકમાં તેમના કાર્યકાળને પાંચ વર્ષ લંબાવવાની મંજૂરી આપી છે.

1 / 7
બોર્ડના આ નિર્ણય બાદ એન. ચંદ્રશેખરન ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે આગામી પાંચ વર્ષ સુધી જવાબદારી સંભાળશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે થોડા સમય પહેલા ચંદ્રશેખરને ફેબ્રુઆરી 2027માં તેમનો વર્તમાન કાર્યકાળ પૂર્ણ થયા બાદ ફરીથી ચેરમેન પદ માટે નોમિનેટ ન થવાની જાહેરાત કરી હતી.

2 / 7
ટાટા સન્સના બોર્ડે માત્ર ચેરમેનના કાર્યકાળને લંબાવવાનો નિર્ણય જ નથી લીધો, પરંતુ કંપનીના IPO માટે જરૂરી પ્રક્રિયા અને તૈયારીઓ શરૂ કરવા માટે પણ મંજૂરી આપી છે. ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સને જાહેરમાં લિસ્ટ કરવાની દિશામાં આ નિર્ણયને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

3 / 7
જોકે, ચેરમેનની અંતિમ નિમણૂક સહિતની આગળની પ્રક્રિયામાં ટાટા ટ્રસ્ટ્સની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. ટાટા સન્સની માલિકીમાં ટાટા ટ્રસ્ટ્સનું મહત્વપૂર્ણ સ્થાન હોવાથી કંપનીના ભવિષ્યના માળખા અને IPO સંબંધિત પ્રક્રિયામાં તેમના નિર્ણયોને પણ મહત્વ આપવામાં આવશે.

4 / 7
એન. ચંદ્રશેખરન જાન્યુઆરી 2017થી ટાટા સન્સના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ ટાટા ગ્રુપે વિવિધ ક્ષેત્રોમાં પોતાના બિઝનેસને આગળ વધાર્યો છે. હવે આગામી પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ટાટા સન્સને જાહેર કંપની બનાવવાની પ્રક્રિયા અને IPOની તૈયારી તેમના નેતૃત્વ હેઠળ આગળ વધવાની શક્યતા છે.

5 / 7
ટાટા સન્સના IPOને લઈને લાંબા સમયથી બજારમાં ચર્ચા ચાલી રહી છે. બોર્ડની તાજી મંજૂરી બાદ હવે કંપનીને લિસ્ટિંગ માટે જરૂરી નિયમનકારી અને કોર્પોરેટ પ્રક્રિયાઓ તરફ આગળ વધવાનો માર્ગ ખુલ્યો છે.

6 / 7
જોકે IPO ક્યારે આવશે, તેનું કદ કેટલું હશે અને શેરનું મૂલ્યાંકન શું રહેશે તે અંગે હાલમાં કોઈ અંતિમ વિગતો જાહેર કરવામાં આવી નથી. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.)

7 / 7

iPhone Duo ખરીદવા કરતાં NSE IPO માં રોકાણ કરવાના ફાયદા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">