તમે NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જના શેરમાં કરી શકો છો રોકાણ, જાણો શું છે શેરનો ભાવ અને કેવી રીતે કરવી ખરીદી
નેશનલ સ્ટોક એક્સચેન્જના ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અને કાર્યક્ષમ મેનેજમેન્ટના કારણે હાલમાં NSE નું પ્રભુત્વ ખૂબ જ વધારે છે. અત્યારે સૌથી વધુ સોદા કરતું તે ભારતનું એક માત્ર શેરબજાર છે. જુદી-જુદી કંપનીના શેરના ખરીદ-વેચાણ તમે NSE પર કરી શકો છો, પરંતુ NSE નો સ્ટોક શેરબજારમાંથી ખરીદી શકાતો નથી.

NSE એટલે કે નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ ભારતનું સૌથી મોટું સ્ટોક માર્કેટ છે. NSE ની સ્થાપના વર્ષ 1992 ના નવેમ્બર માસમાં થઈ હતી. નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જની શરૂઆત ભારતની મુખ્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. દેશમાં વર્ષ 1992 સુધી મુંબઈ સ્ટોક એક્સન્જનું પ્રભુત્વ રહ્યું હતું.

નેશનલ સ્ટોક એક્સચેન્જના ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અને કાર્યક્ષમ મેનેજમેન્ટના કારણે હાલમાં NSE નું પ્રભુત્વ ખૂબ જ વધારે છે. અત્યારે સૌથી વધુ સોદા કરતું તે ભારતનું એક માત્ર શેરબજાર છે. જુદી-જુદી કંપનીના શેરના ખરીદ-વેચાણ તમે NSE પર કરી શકો છો, પરંતુ NSE નો સ્ટોક શેરબજારમાંથી ખરીદી શકાતો નથી.

જો તમે NSE એટલે કે નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જના શેર ખરીદવા માંગતા હોય તો તમે તેને અનલિસ્ટેડ માર્કેટમાંથી https://www.precize.in વેબસાઈટ પરથી લઈ શકો છો. શેરની ખરીદી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ સ્ટોરીના અંતમાં એક લિંક દ્વારા આપવામાં આવી છે.

NSE ના શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયો છે અને શેરના ભાવ 3,749 રૂપિયા છે. કુલ 100 શેરની ખરીદી માટે તમારે 3,74,900 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 382454.24 રૂપિયા ચૂકવવાના રહેશે. જો તમારા વોલેટમાં ફંડ હશે તો તમે નાણાંની ચૂકવણી કરી શેરની ખરીદી કરી શકશો. જો બેલેન્સ નથી તો તમારે ફંડ એડ કરવું પડશે.

ફંડ એડ કરવા માટે તમે ઓનલાઈન પેમેન્ટ UPI દ્વારા અથવા તો NEFT/RTGS/IMPS દ્વારા બેંક ટ્રાન્સફર કરી શકો છો. જે કંપનીનો IPO નથી આવ્યો તેના પણ શેર ખરીદી શકાય છે, જાણો અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ - https://tv9gujarati.com/photo-gallery/stock-market-know-step-by-step-process-of-buying-shares-from-unlisted-market-ipo-news-ipo-update-914324.html