Breaking News : શુક્રવારે IT Stocks થશે ધડામ? અમેરિકાના નિર્ણયથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ!
અમેરિકાએ કોગ્નિઝન્ટ, ઈન્ફોસિસ, વિપ્રો જેવી ભારતીય IT કંપનીઓને PERM પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી છે, જે H-1B વિઝા ધારકો માટે ગ્રીન કાર્ડ મેળવવું મુશ્કેલ બનાવશે.

ભારતીય IT કંપનીઓ માટે અમેરિકાથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકન સરકારે કેટલીક મોટી IT કંપનીઓને Permanent Labour Certification Programme એટલે કે PERM Programmeમાંથી સસ્પેન્ડ કરી દીધી છે.

આ નિર્ણયની સીધી અસર ભારતની મોટી IT કંપનીઓ પર પડી શકે છે. અમેરિકાએ જે કંપનીઓ સામે કાર્યવાહી કરી છે તેમાં Cognizant, Infosys, Tata, Wipro અને HCL જેવી ભારતીય કંપનીઓના નામ સામેલ છે. આ ઉપરાંત Capgemini જેવી વૈશ્વિક કંપનીઓને પણ આ નિર્ણયની અસર થશે.

અમેરિકાના Labour Secretary Keith Sonderlingએ આ જાહેરાત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, આ કંપનીઓ સાથે જોડાયેલી નવી PERM અરજીઓ સ્વીકારવામાં નહીં આવે અને પેન્ડિંગ અરજીઓ પર પણ પ્રક્રિયા અટકાવવામાં આવશે.

હવે સવાલ એ છે કે PERM Programme શું છે : આ પ્રક્રિયા હેઠળ અમેરિકામાં કામ કરતી કંપનીઓ વિદેશી કર્મચારીઓને કાયમી નોકરી અને ત્યારબાદ Green Card માટે સ્પોન્સર કરી શકે છે. એટલે કે H-1B વિઝા પર કામ કરતા કર્મચારીઓ માટે આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

અમેરિકન અધિકારીઓનો આરોપ છે કે કેટલીક કંપનીઓ વિદેશી કર્મચારીઓના માધ્યમથી અમેરિકન કામદારોની નોકરીઓને અસર કરી રહી છે. અમેરિકાના Vice President JD Vanceએ પણ કેટલીક ટેક કંપનીઓ પર સિસ્ટમનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

ભારતીય IT Professionals દર વર્ષે મોટી સંખ્યામાં H-1B વિઝા મેળવે છે. ત્યારે અમેરિકાની આ નવી નીતિથી ભારતીય IT ક્ષેત્રમાં ચિંતા વધી શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ નિર્ણયની અસર શેરબજાર પર કેટલી પડશે?

Infosys, TCS, Wipro, HCL Tech અને અન્ય IT Stocksમાં આવતીકાલે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન વોલેટિલિટી જોવા મળી શકે છે. જોકે માત્ર આ સમાચારના આધારે શેરબજારમાં ચોક્કસ ઘટાડો થશે એવું કહેવું યોગ્ય નથી. રોકાણકારોની નજર હવે કંપનીઓના સત્તાવાર નિવેદન અને અમેરિકાની આગામી નીતિ પર રહેશે.
ઈલોન મસ્કના સ્ટારલિંક વિવાદ પર આકાશ અંબાણીનું મૌન, જિયો સેટેલાઇટ ઈન્ટરનેટને લઈને આપ્યું મોટું અપડેટ!
