ઇઝરાયલમાં ગૌતમ અદાણીના હાઇફા પોર્ટ પર ઈરાનનો મિસાઇલ હુમલો, હવે Adani Ports ના શેરમાં સોમવારે શું થશે ? જાણી લો
ઈરાને શનિવારે ઈઝરાયલના ઉત્તરીય દરિયાકાંઠાના શહેર હાઈફાને નિશાન બનાવ્યું હતું. હાઈફામાં ઘણા મહત્વપૂર્ણ ઈઝરાયલી લશ્કરી થાણા અને તેલ રિફાઈનરીઓ છે. હાઈફા પોર્ટમાં પણ અદાણી ગ્રુપનો હિસ્સો છે. અદાણી ગ્રુપે સંયુક્ત સાહસ દ્વારા તેમાં 70 ટકા હિસ્સો ખરીદ્યો હતો. ત્યારે સોમવારે અદાણી પોર્ટ્સના શેરમાં શું થશે તેને લઈ રોકાણકરો ચિંતામાં છે.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ ઘેરો બની રહ્યો છે. શનિવારે ઈરાને ઈઝરાયલના દરિયાકાંઠાના શહેર હાઈફાને નિશાન બનાવીને અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. હાઈફા ઈઝરાયલનું એક મુખ્ય બંદર છે જેમાં ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીનું નોંધપાત્ર રોકાણ છે. ઉપરાંત, હાઈફા ઈઝરાયલમાં એક મુખ્ય નૌકાદળ મથક છે. અહીં એક તેલ રિફાઈનરી અને ઘણી રાસાયણિક ફેક્ટરીઓ પણ છે. ઈઝરાયલની સૌથી મોટી તેલ રિફાઈનરી હાઈફા ખાડી વિસ્તારમાં છે. ઈરાને ઈઝરાયલની તેલ રિફાઈનરી અને હાઈફામાં નૌકાદળ મથક પર હુમલો કર્યો.

અદાણી ગ્રુપે ઈઝરાયલમાં ભારે રોકાણ કર્યું છે. હાઈફા પોર્ટની સાથે, ગ્રુપે સંરક્ષણ ક્ષેત્રમાં પણ રોકાણ કર્યું છે. અદાણી ગ્રુપે સંયુક્ત સાહસમાં ઈઝરાયલનું હાઈફા પોર્ટ ખરીદ્યું હતું. આ બંદરને 2054 સુધી ચલાવવાની જવાબદારી અદાણી ગ્રુપના સંયુક્ત સાહસને સોંપવામાં આવી છે. આ સંયુક્ત સાહસમાં અદાણી પોર્ટનો 70 ટકા હિસ્સો છે અને ઇઝરાયેલી કેમિકલ અને લોજિસ્ટિક્સ કંપની ગેડોટ 30 ટકા હિસ્સો ધરાવે છે. તેની અસર સોમવારે અદાણી ગ્રુપના શેર પર જોઈ શકાય છે.

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે, અદાણીનું રોકાણ જોખમમાં છે. રોકાણકારોમાં પણ ભયનું વાતાવરણ છે. શુક્રવારે અદાણી ગ્રુપના શેર પર પણ તેની અસર જોવા મળી. અદાણી ગ્રુપની રોકડી ગાય ગણાતી અદાણી પોર્ટ્સના શેર 3% થી વધુ ઘટીને રૂ. 1396 પર બંધ થયા. અંતે, કંપનીનો શેર 2.71 ટકાના ઘટાડા સાથે રૂ. 1405.25 પર બંધ થયો. તેવી જ રીતે, ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેર પણ ટ્રેડિંગ દરમિયાન 2.8% ઘટીને રૂ. 2469.55 પર બંધ થયા અને અંતે 1.36 ટકાના ઘટાડા સાથે રૂ. 2505.65 પર બંધ થયા.

ઇઝરાયલમાં હાઇફા પોર્ટ પર ઈરાનના હુમલાના કારણે, અડાણી પોર્ટ્સના શેરમાં સોમવારે દબાણ જોવા મળવાની શક્યતા છે અને તેનું સંકેત ચાર્ટ દ્વારા પણ મળી ગયું છે. PSP Algo Indicator અને PSP Gap Indicator એ 1 કલાકના ટાઈમફ્રેમ પર બુધવારથી જ ઘટાડાનું સંકેત આપ્યું હતું અને ત્યારથી અડાણી પોર્ટ્સમાં ઘટાડો શરૂ થઈ ગયો હતો.

આ ટૂંકા ગાળામાં 1365-1385 સુધી ઘટી શકે છે. જો આ સ્તર પણ તૂટે, તો પછી આ સીધો 1300 રૂપિયાના લેવલ પર જ એક મોટો સપોર્ટ મેળવી શકે છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરની સાથે સાથે બોન્ડ્સ, ડેરિવેટિવ્ઝ, ફોરેન કરન્સી વગેરેનો પણ સ્ટોક માર્કેટમાં વેપાર થાય છે. શેરબજારના આવા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
