PM Rashtriya Bal Puraskar 2025 : ક્રિકેટર વૈભવ સહિત 20 બાળકોને મળ્યો બાળ પુરસ્કાર,આ સન્માન કોને મળી શકે છે જાણો
Pradhan Mantri Rashtriya Bal Puraskar 2025 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મએ દેશના 20 હોનહાર પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. જેમાં ક્રિકેટર વૈભવ સૂર્યવંશી પણ સામેલ રહ્યો હતો. તો ચાલો જાણીએ વિજેતાઓને કેટલી રકમ મળે છે?

વીર બાળ દિવસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ 20 બાળકોને સન્માનિત કર્યા છે. રાષ્ટ્રપતિએ 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસંદ કરાયેલા આ બાળકોને પ્રધાનમંત્રી બાળ પુરસ્કારથી નવાજવામાં આવ્યા તા. જેમાં બિહારનો 14 વર્ષનો ક્રિકેટર વૈભવ સૂર્યવંશી પણ સામેલ છે.

આ એવોર્ડ શિખના દસમાં ગુરુ, ગોવિંદ સિંહના દિકરાની શહાદતને માન આપે છે. તેમના દીકરા અજિત સિંહ, જુઝાર સિંહ, જોરાવર સિંહ અને ફતેહ સિંહ, સાહિબઝાદા તરીકે પણ ઓળખાય છે. સાહિબઝાદાઓની શહાદતને માન આપવા માટે, પીએમ મોદીએ જાહેરાત કરી કે વીર બાળ દિવસ 2022 થી દર 26 ડિસેમ્બરે ઉજવવામાં આવશે.

કેન્દ્ર સરકારે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા અલગ અલગ ક્ષેત્રોમાં અસાધારણ સફળતા મેળવનાર બાળકોને સન્માનિત કરવા માટે વર્ષ 1996માં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારની શરુઆત કરી હતી. આ પુરસ્કાર મેળવનાર બાળકો ગણતંત્ર દિવસની પરેડમાં પણ સામેલ હોય છે. વર્ષ 2022માં આ ગુરુ ગોવિંદ સિંહના સાહિબઝાદોની શહાદતને સમર્પિત છે અને 26 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવનાર બાળકોને એક મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સાથે એક લાખ રુપિયાની પ્રાઈઝ મની પણ આપવામાં આવે છે.

આ સન્માનએ બાળકોને મળે છે. જેની ઉંમર ઓછામાં ઓછી 5 વર્ષ અને વધુમાં વધુ 18 વર્ષ હોય. ભારતના નાગરિકો હોવા જોઈએ. તેમજ દેશમાં રહેતા હોય. વર્ષ 2018માં એ બાળકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમણે બહાદુરીના ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કર્યું.

આ સન્માન 7 કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં કલા-સંસ્કૃતિ, બહાદુરી, ઈનોવેશન, શૈક્ષણિક , સામાજિક સેવા અને રમત સામેલ હતુ. પરંતુ ત્યારબાદ સાયન્સ અને ટેકનોલોજીને પણ જોડવામાં આવ્યું હતુ.

પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સન્માનિતોને કહ્યું, "બધા બાળકોએ પોતાના પરિવાર, સમાજ અને દેશનું ગૌરવ વધાર્યું છે. આ સન્માન મેળવનારા બાળકોના પરિવારોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. બાળકો માટે આ પુરસ્કાર સમારોહનું આયોજન કરવા બદલ હું મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી અને તેમની સમગ્ર ટીમની પણ પ્રશંસા કરું છું.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે સામાન્ય રીતે આવેદન દર વર્ષે એપ્રિલથી શરુ થઈ જાય છે અને જુલાઈ સુધી ચાલે છે. જેના માટે આવેદન માત્ર ઓનલાઈન પોર્ટલ https://awards.gov.inના માધ્યમથી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે કોઈ પણ નાગરિક, સ્કુલ, સંસ્થા કે સંગઠન પોતાના યોગ્ય ઉમેદવારનું નામાંકન કરી શકે છે. બાળકો પોતાને નોમિનેટ કરીને પણ અરજી કરી શકે છે.

અરજદારોએ તેમની વ્યક્તિગત વિગતો અને પુરસ્કારની કેટેગરી ભરવાની રહેશે. તેમણે તાજેતરનો ફોટો અને સહાયક દસ્તાવેજો પણ અપલોડ કરવાના રહેશે. તેમણે તેમની સિદ્ધિ અને તેના પ્રભાવ પરિણામનું 500-શબ્દનું વર્ણન પણ સબમિટ કરવાનું રહેશે.
દ્રૌપદી મુર્મૂ હાલમાં ભારતના રાષ્ટ્રપતિ છે. તેઓ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. આ સાથે તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે. અહી ક્લિક કરો
