દ્રૌપદી મુર્મૂ

દ્રૌપદી મુર્મૂ

દ્રૌપદી મુર્મૂ હાલમાં ભારતના રાષ્ટ્રપતિ છે. તેઓ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. આ સાથે તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે. દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશાના મયુરગંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં થયો હતો. તેમણે રમાદેવી મહિલા મહાવિદ્યાલય, ભુવનેશ્વરમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

તેમના પતિ અને બે પુત્રોનું અવસાન થયું છે. જ્યારે તેમને ઇતિશ્રી મુર્મૂ નામની પુત્રી પણ છે. મુર્મૂએ પોતાના કરિયરની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી. તેમની રાજકીય સફરની વાત કરીએ તો વર્ષ 1997માં તેમણે રાયરંગપુર નગર પંચાયતની કાઉન્સિલરની ચૂંટણી જીતીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

2009 માં, મુર્મૂ ઓડિશાના મયુરભંજ જિલ્લાની રાયરંગપુર બેઠક પરથી બે વખત ધારાસભ્ય હતા. આ સિવાય મુર્મૂ ઓડિશાની બીજુ જનતા દળ અને ભાજપની ગઠબંધન સરકારમાં 2000 થી 2004 દરમિયાન વાણિજ્ય, પરિવહન અને પછી મત્સ્ય અને પશુ સંસાધન વિભાગના પ્રધાન હતા.

2015માં દ્રૌપદી મુર્મૂને ઝારખંડની પ્રથમ મહિલા રાજ્યપાલ બનાવવામાં આવી હતી. ભાજપે તેમને NDA તરફથી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવ્યા અને આ ચૂંટણી જીત્યા બાદ તેમણે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.

 

 

Read More
g clip-path="url(#clip0_868_265)">