AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે સોનામાં ₹1 લાખ રોકશો તો 10 વર્ષ પછી કેટલો થશે ‘નફો’? સમજો રિટર્નનો ટ્રેન્ડ અને આખું ગણિત

શું તમે પણ તમારા ₹1 લાખના રોકાણને આગામી 10 વર્ષમાં બમણાથી પણ વધુ વધારવા માંગો છો? ભારતીયો માટે 'સોનું' હંમેશાં એક સુરક્ષિત રોકાણ માનવામાં આવ્યું છે. એવામાં શું તમને ખબર છે કે, ચક્રવૃદ્ધિ વ્યાજ (Compounding) ના જાદુથી 10 વર્ષ પછી તમારા આ રોકાણની કિંમત કેટલી થશે? સોનાનો ઐતિહાસિક રેકોર્ડ અને નિષ્ણાતોની ગણતરીથી સામે આવેલા આંકડા તમને ચોંકાવી દેશે.

| Updated on: Sep 20, 2026 | 8:11 PM
Share
ભારતીય પરિવાર માટે વર્ષોથી સોનું માત્ર એક આભૂષણ નહીં પરંતુ સંકટના સમયે ભરોસાપાત્ર સાથી અને રોકાણનું એક બહુ શ્રેષ્ઠ માધ્યમ રહ્યું છે. મોંઘવારી સામે રક્ષણ મેળવવા અને પોર્ટફોલિયોને મજબૂતી આપવા માટે નિષ્ણાતો હંમેશાં કુલ એસેટનો 10-15% હિસ્સો ગોલ્ડમાં રાખવાની સલાહ આપે છે.

1 / 7
જો તમે આજે સોનામાં ₹1,00,000નું રોકાણ કરો છો, તો 10 વર્ષ પછી તેની કિંમત કેટલી થશે? સોનાએ લાંબાગાળે હંમેશાં મોંઘવારીના દરને પછડાટ આપીને સારું રિટર્ન આપ્યું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના આંકડા મુજબ, સોનાએ છેલ્લા 10 વર્ષમાં સરેરાશ ~10% થી 11% વાર્ષિક (CAGR) ના દરે રિટર્ન આપ્યું છે.

2 / 7
લાંબાગાળાના એટલે કે છેલ્લા 20-25 વર્ષના રિટર્નની વાત કરીએ તો, સોનાનો CAGR સરેરાશ ~11.5% થી 12% ની આસપાસ રહ્યો છે. કમ્પાઉન્ડિંગના નિયમ અનુસાર, જો સોનાના ભાવ આ જ ઐતિહાસિક દરે આગળ વધે છે, તો તમારા ₹1,00,000ના રોકાણનું આકલન અલગ-અલગ રિટર્ન દરો પર ઉપર દર્શાવેલ ફોટો મુજબ હોઈ શકે છે.

3 / 7
હવે જો સોનું પોતાના 10 વર્ષના ઐતિહાસિક રેકોર્ડ (~10% વાર્ષિક) મુજબ પણ રિટર્ન આપે છે, તો આજનું તમારું ₹1 લાખ 10 વર્ષમાં લગભગ ₹2.60 લાખ બની જશે. ટૂંકમાં, તમને આશરે 160% નો ચોખ્ખો નફો મળશે.

4 / 7
જો તમે 10 વર્ષના લાંબાગાળા માટે રોકાણ કરી રહ્યા છો, તો ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ તમે ડિજિટલ માધ્યમોને પ્રાથમિકતા આપી શકો છો. આમાં સોવરેન ગોલ્ડ બોન્ડ સૌથી સુરક્ષિત વિકલ્પ છે. આવું એટલા માટે કારણ કે, તેમાં મેકિંગ ચાર્જનું કોઈ નુકસાન થતું નથી અને મેચ્યોરિટી પર કેપિટલ ગેઇન્સ ટેક્સમાં પણ છૂટનો લાભ મળે છે.

5 / 7
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઈટીએફ (Gold ETFs) એ શેરબજાર મારફતે સીધા સોનાના પ્રવર્તમાન ભાવ પર રોકાણ કરે છે. તેમાં લિક્વિડિટી ખૂબ સરળ હોય છે. આ સિવાય ડિજિટલ ગોલ્ડ (Digital Gold) નાની-નાની રકમથી (₹100 થી શરૂ કરીને) રોકાણ કરનારાઓ માટે આ એક સરળ વિકલ્પ છે.

6 / 7
સોનાને માત્ર 'રાતોરાત અમીર બનવાનું' માધ્યમ ન ગણો. આ તમારા પોર્ટફોલિયોનું એ સુરક્ષા કવચ છે, જે શેરબજારમાં મોટા કડાકા કે વૈશ્વિક આર્થિક મંદી વખતે તમારા કુલ રોકાણને ટેકો આપે છે. પોતાના કુલ રોકાણનો 10-15% હિસ્સો જ ગોલ્ડ એસેટ્સમાં રોકવાની રણનીતિ સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

SIP માંથી કરોડોનું ફંડ કેમ નથી બનતું ? જાણો રોકાણકારોની એ 5 ભૂલો, જે ડૂબાડે છે ‘પૈસા’

Follow Us
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ

AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન

15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ

CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video

વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!

g clip-path="url(#clip0_868_265)">