AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો, ખાડે ગયા રસ્તા- જુઓ Video

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો, ખાડે ગયા રસ્તા- જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2026 | 9:47 PM
Share

વડોદરામાં અઢી ઇંચ વરસાદ બાદ ₹4 કરોડના ખર્ચે રિપેર કરાયેલા રસ્તાઓ ફરી ખાડામાં તબદીલ થઈ ગયા છે. પ્રતાપનગર, માર્કેટ ચાર રસ્તા અને અકોટા રોડ સહિતના વિસ્તારોમાં ખાડાઓના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તો વિપક્ષે તંત્ર-કોન્ટ્રાક્ટરની મિલીભગતનો આક્ષેપ કર્યો છે.

વડોદરા શહેરમાં માત્ર અઢી ઇંચ વરસાદ પડતાં જ રસ્તાઓની હાલત ફરી ખરાબ બની છે. તાજેતરમાં ₹4 કરોડના ખર્ચે 7,000થી વધુ ખાડા પૂરવામાં આવ્યા હોવા છતાં, પ્રતાપનગર, માર્કેટ ચાર રસ્તા અને અકોટા રોડ સહિતના મુખ્ય માર્ગો પર ફરી ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિ વાહનચાલકો અને શહેરીજનો માટે મુશ્કેલીઓ ઊભી કરી રહી છે, જ્યાં ખાડાઓને કારણે અકસ્માતનો ભય વધ્યો છે.

વરસાદ બાદ રોડ પર વધતા ખાડાઓને કારણે વાહનચાલકોની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો થયો છે. ખાસ કરીને વિહાર ટોકીઝથી પ્રતાપનગર તરફના દોઢ કિલોમીટરના રસ્તા પર 100થી વધુ ખાડાઓ જોવા મળે છે. આ ખાડાઓની ઊંડાઈ એટલી છે કે તેમાં વાહન અથડાવાથી ગંભીર અકસ્માત થવાનો ભય રહે છે. વાહનચાલકો ડર સાથે આ રસ્તાઓ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. વરસાદી માહોલને કારણે ટ્રાફિક અને અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યા વર્ષો જૂની છે અને તેના કારણે તેમને કમરના દુખાવા થઈ ગયા છે.

આ પરિસ્થિતિને કારણે રસ્તાની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે. પાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં એક જ વરસાદમાં જો રસ્તાઓ ધોવાઈ જતા હોય તો કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ સ્વાભાવિક છે. પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી કામગીરીની તપાસ થવી જોઈએ તેવી માંગણી ઉઠી રહી છે.

આ પહેલા પણ વડોદરામાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડા જોવા મળ્યા હતા. તે સમયે કોર્પોરેશનના સત્તાધીશોએ રસ્તાના રિપેરિંગનું વચન આપ્યું હતું, અને ત્યારબાદ 4 કરોડ રૂપિયાના ખર્ચે રિપેરિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ ફરી એક જ વરસાદ બાદ રસ્તાઓ પર ખાડા દેખાતા આ કામગીરીની અસરકારકતા સામે સવાલો ઉઠ્યા છે. સ્થાનિકો રસ્તાના કામકાજ અને તેની ગુણવત્તા અંગે જવાબ માંગી રહ્યા છે.

દુષ્કાળના ડાકલા વચ્ચે દ્વારકા- ભાણવડ પંથકમાં મેહુલિયે કીધી મહેર… ધરતીપુત્રોમાં ખુશીની લહેર – Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">