AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Breaking: PM મોદીના જન્મદિવસે અમિત શાહ ગુજરાત આવશે, વડનગરથી બાઇક યાત્રાને કરાવશે પ્રસ્થાન, કાંકરિયામાં પ્રગટશે 1.25 લાખ દીવડા

Ahmedabad Breaking: PM મોદીના જન્મદિવસે અમિત શાહ ગુજરાત આવશે, વડનગરથી બાઇક યાત્રાને કરાવશે પ્રસ્થાન, કાંકરિયામાં પ્રગટશે 1.25 લાખ દીવડા

Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 15, 2026 | 3:03 PM
Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડનગરમાંથી એક ભવ્ય 'વડનગરથી વારાણસી' બાઇક યાત્રા શરૂ થવા જઈ રહી છે અને અમદાવાદમાં 1.25 લાખ દીવડાઓ સાથે વિશેષ કાર્યક્રમ યોજાશે. 20 દિવસ સુધી ચાલનારી આ યાત્રાનું શું છે આયોજન અને ગૃહ મંત્રી કયા કાર્યક્રમોમાં આપશે હાજરી?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વડનગર અને અમદાવાદ ખાતે યોજાનારા વિવિધ ભવ્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં અમિત શાહ વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય માટે વિશેષ આરતી કરશે તેમજ કાંકરિયા ખાતે 1.25 લાખ દીવડા પ્રગટાવવાના ઐતિહાસિક કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

ભાજપ દ્વારા પીએમ મોદીના સુશાસનના 25 વર્ષની ઉજવણી નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘વડનગરથી વારાણસી’ યુવા બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાના ઇન્ચાર્જ અને સાંસદ વી.ડી. શર્મા તેમજ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ બાઇક રેલી 17 સપ્ટેમ્બરથી શરૂ થઈને 7 ઑક્ટોબર સુધી સતત 20 દિવસ ચાલશે. પ્રથમ તબક્કામાં યાત્રા વડનગરથી વારાણસી જશે અને ત્યારબાદ વારાણસીથી વડનગર પરત ફરશે.

આ સમગ્ર અભિયાનમાં 250 સેવા યાત્રીઓના 10 અલગ-અલગ ગ્રૂપ જોડાશે અને 10 નિર્ધારિત રૂટ પર યાત્રા આગળ વધશે. ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ અને મધ્ય એમ 4 રૂટ પરથી ઉપ-યાત્રાઓ નીકળીને વડનગર ખાતે એકત્ર થશે. આ દરમિયાન વિવિધ સ્થળોએથી જળ કળશ એકત્ર કરી વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવનું પૂજન કરવામાં આવશે અને બાકીનું પવિત્ર જળ કાશી વિશ્વનાથ વારાણસી લઈ જવાશે.

Breaking News: સ્માર્ટફોન થશે સસ્તા..! મોબાઇલ ઇન્ડસ્ટ્રીએ નાણાં મંત્રીને પત્ર લખી GST 18% થી ઘટાડી 5% કરવા કરી માંગ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">