AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sensex-Nifty Closes Red: વર્ષના છેલ્લા દિવસે લાલ નિશાન સાથે બંધ થયું સ્ટોક માર્કેટ, છતા છેલ્લા દિવસે રોકાણકારો કમાય Rs 63 હજાર કરોડ

Sensex-Nifty Closes Red: આજે 2024ના અંતિમ દિવસે સ્થાનિક બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. આઈટી શેરોના દબાણ હેઠળ બજાર રેડ ઝોનમાં રહ્યું હતું, પરંતુ ફાર્મા, પીએસયુ બેન્ક અને ઓઈલ એન્ડ ગેસ શેરોની મજબૂતીથી સેન્સેક્સ એક વખત ઈન્ટ્રા-ડે લોમાંથી 600 પોઈન્ટથી વધુ સુધરીને ગ્રીન ઝોનમાં પહોંચી ગયો હતો. જો કે, આ રિકવરી ટકી શકી ન હતી.

| Updated on: Dec 31, 2024 | 4:40 PM
Share
Sensex-Nifty Closes Red:આજે 2024ના અંતિમ દિવસે સ્થાનિક બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. આઈટી શેરોના દબાણ હેઠળ બજાર રેડ ઝોનમાં રહ્યું હતું, પરંતુ ફાર્મા, પીએસયુ બેન્ક અને ઓઈલ એન્ડ ગેસ શેરોની મજબૂતીથી સેન્સેક્સ એક વખત ઈન્ટ્રા-ડે લોમાંથી 600 પોઈન્ટથી વધુ સુધરીને ગ્રીન ઝોનમાં પહોંચી ગયો હતો. જો કે, આ રિકવરી ટકી શકી ન હતી. વ્યાપક સ્તરે, ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ રેડ ઝોનમાં હોવા છતાં, સ્મોલ કેપ શેરોમાં સારી ખરીદીને કારણે એકંદર રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે.

1 / 6
BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 63.6 હજાર કરોડનો વધારો થયો છે, એટલે કે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 63.6 હજાર કરોડનો વધારો થયો છે. દિવસના અંતે સેન્સેક્સ 109.12 પોઈન્ટ અથવા 0.14%ના ઘટાડા સાથે 78,139.01 પર અને નિફ્ટી 0.10 પોઈન્ટના ઘટાડા સાથે 23,644.80 પર બંધ રહ્યો હતો.

2 / 6
 સેક્ટર મુજબ વાત કરીએ તો નિફ્ટી આઈટી 1 ટકાથી વધુ ઘટ્યો છે જ્યારે ઓઈલ એન્ડ ગેસનો નિફ્ટી ઈન્ડેક્સ 1 ટકાથી વધુના ઉછાળા સાથે બંધ થયો છે.

3 / 6
એક ટ્રેડિંગ દિવસ અગાઉ એટલે કે 30 ડિસેમ્બર, 2024ના રોજ, BSE પર સૂચિબદ્ધ તમામ શેર્સની કુલ માર્કેટ કેપ રૂ. 4,41,35,836.51 કરોડ હતી. આજે એટલે કે 31 ડિસેમ્બર, 2024ના રોજ, કેટલાક ઉતાર-ચઢાવ સાથે, તે દિવસના અંતે રૂ. 4,41,99,451.89 કરોડ પર પહોંચી ગયો. મતલબ કે રોકાણકારોની મૂડીમાં રૂ. 63,615.38 કરોડનો વધારો થયો છે.

4 / 6
BSE પર આજે 4079 શેરનો ટ્રેડિંગ થયું. જેમાં 2321 શેર મજબૂત થયા, 1647માં ઘટાડો જ્યારે 111માં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. આ સિવાય 127 શેર એક વર્ષની ટોચે અને 102 શેર એક વર્ષની નીચી સપાટી પર રહ્યા. જ્યારે 22 શેર અપર સર્કિટ પર પહોંચ્યા હતા, જ્યારે 17 શેર લોઅર સર્કિટ પર પહોંચ્યા હતા.

5 / 6
Sensex-Nifty Closes Red: વર્ષના છેલ્લા દિવસે લાલ નિશાન સાથે બંધ થયું સ્ટોક માર્કેટ, છતા છેલ્લા દિવસે રોકાણકારો કમાય Rs 63 હજાર કરોડ

6 / 6
g clip-path="url(#clip0_868_265)">