તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે તો કામના સમાચાર, તમે સરળતાથી નોટ પરત કરી શકશો
મે 2023 માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટો હટાવવાની જાહેરાત કરી હતી. નવેમ્બર 2016માં નોટબંધીના સમયે 2000 રૂપિયાની નોટો જાહેર કરવામાં આવી હતી. RBI એ શરૂઆતમાં કોઈ પણ બેંકમાં જમા કરવાનો ઓપ્શન આપ્યો હતો. તેના માટેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી હતી.

જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે તો તમે તેને RBIમાં સરળતાથી જમા કરાવી શકો છો. RBIએ કહ્યું છે કે, 2000 રૂપિયાની નોટ પોસ્ટ ઓફિસમાં જઈને પણ પરત કરી શકાશે. આ અંગે સૌથી વધારે પૂછાતા સવાલ વિશે માહિતી આપતા RBIએ કહ્યું કે, લોકો 19 ઈશ્યૂ ઓફિસમાંથી 2,000 રૂપિયાની નોટ બદલી શકે છે.

મે 2023 માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટો હટાવવાની જાહેરાત કરી હતી. નવેમ્બર 2016માં નોટબંધીના સમયે 2000 રૂપિયાની નોટો જાહેર કરવામાં આવી હતી. RBI એ શરૂઆતમાં કોઈ પણ બેંકમાં જમા કરવાનો ઓપ્શન આપ્યો હતો. તેના માટેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી હતી.

જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે, તો તમે તેને કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી RBIની 19 ઈસ્યુ ઓફિસમાં મોકલી શકો છો. ત્યારબાદ રૂપિયા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. આ માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે, જેને આરબીઆઈની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

આ સિવાય બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અથવા પાસબુકના પહેલા પેજની કોપી પણ મોકલવાની રહેશે. તેમાં તમારા બેંક ખાતાની જરૂરી વિગતો હોવી જોઈએ. જેથી 2000 રૂપિયાની નોટના બદલામાં રૂપિયા તમારા ખાતામાં જમા થઈ શકે.