ફ્રિજમાં રાખવા છતાં બગડી જાય છે મરચાં? અપનાવો આ સ્માર્ટ કિચન હેક્સ

લીલાં મરચાં ભારતીય રસોઈનો એક અત્યંત મહત્વનો ભાગ છે. દાળ, શાક, ચટણી કે સ્નેક્સ, લગભગ દરેક વાનગીમાં તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. 

ફ્રિજમાં રાખવા છતાં પણ લીલાં મરચાં થોડા જ દિવસોમાં કાળાં પડી જાય છે, સુકાઈ જાય છે અથવા સડી જાય છે. 

બજારમાંથી લીલાં મરચાં લાવ્યા પછી સૌથી પહેલાં તેના ડીંટડી (સ્ટેમ) તોડીને અલગ કરી, હળદરવાળા પાણીથી ધોવાથી તેના પર લાગેલી ધૂળ-માટી અને બેક્ટેરિયા સાફ થઈ જાય.

જ્યારે મરચાં સંપૂર્ણપણે સુકાઈ જાય, ત્યારે તેને એક ઝિપ-લોક બેગ (Zip-lock bag) અથવા એરટાઈટ કન્ટેનરમાં ભરીને રાખો. 

ગૃહિણીઓ મરચાંની સાથે ડબ્બામાં 2 થી 3 લસણની કળીઓ રાખવાની પણ સલાહ આપે છે. 

લીલાં મરચાં  વિટામિન C, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સ મળી આવે છે.

મરચાંની તીખાસ માપવા માટે વૈજ્ઞાનિક રીતે 'સ્કોવિલ સ્કેલ' (Scoville Scale) નો ઉપયોગ કરવામાં આવે છે. 

મરચાંની અંદર રહેલું 'કેપ્સાસીન' (Capsaicin) નામનું તત્વ તેની તીખાસ નક્કી કરે છે.