Solar Panel : દર મહિને 300 યુનિટ મફત વીજળી, સરકાર આપશે ₹78,000 સુધીની સબસિડી, જાણો કેવી રીતે કરશો અરજી
PM Surya Ghar Yojana : મફત વીજળી યોજના વીજળીના વધતા દરો અને કાપથી રાહત આપે છે. આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવીને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવો.

PM સૂર્ય ઘર યોજના: વધતા વીજળીના દરો અને વારંવાર થતી વીજ કાપથી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે PM સૂર્ય ઘર, મફત વીજળી યોજનાને ઝડપથી અમલમાં મૂકી છે. આ યોજનાના અંતર્ગત ઘરની છત પર રૂફટોપ સોલાર પેનલ લગાવવામાં આવે છે, જેના કારણે લોકો પોતાની જરૂરિયાત મુજબ વીજળી જાતે ઉત્પન્ન કરી શકે છે.

આ યોજના દ્વારા માત્ર વીજળીના બિલમાં મોટો ઘટાડો થતો નથી, પરંતુ વધારાની વીજળી ગ્રીડમાં મોકલીને આવક પણ મેળવી શકાય છે. શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારો માટે આ યોજના ખૂબ જ લાભદાયક સાબિત થઈ રહી છે.

કેન્દ્ર સરકારે આ યોજના માટે મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. વર્ષ 2026-27 સુધી દેશભરમાં એક કરોડ ઘરોની છત પર સોલાર પેનલ સ્થાપિત કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે. સોલાર સિસ્ટમ ધરાવતા ઘરોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે, જેના કારણે વીજળી પરનો આધાર ઘટશે અને વીજ કાપ જેવી સમસ્યાઓથી પણ રાહત મળશે.

PM સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર સીધી સબસિડી આપે છે. 3 કિલોવોટ સુધીની રૂફટોપ સોલાર સિસ્ટમ માટે મહત્તમ ₹78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. જ્યારે 2 કિલોવોટની સિસ્ટમ માટે આશરે ₹30,000 સુધીની સહાય મળે છે. સોલાર પેનલ સ્થાપિત થયા બાદ નેશનલ રૂફટોપ સોલાર પોર્ટલ પર સબસિડી માટે અરજી કરવી પડે છે, ત્યારબાદ લગભગ એક મહિના અંદર સબસિડીની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

આ યોજનામાં અરજી કરવા માટે કેટલાક જરૂરી દસ્તાવેજો જરૂરી છે. તેમાં આધાર કાર્ડ, તાજું વીજ બિલ, રહેઠાણનો પુરાવો, બેંક ખાતાની વિગતો, ઘરની છતનો ફોટો અને અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો સામેલ છે. તમામ દસ્તાવેજો સાચા અને અપડેટ હોવા જરૂરી છે, જેથી અરજી પ્રક્રિયામાં કોઈ અડચણ ન આવે.

PM સૂર્ય ઘર યોજનાની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે. સૌપ્રથમ અરજદારે સત્તાવાર વેબસાઇટ pmsuryaghar.gov.in પર જવું પડશે. ત્યાં Consumer વિભાગમાં જઈને “Apply Now” વિકલ્પ પસંદ કરવો પડશે. ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા OTP વેરિફિકેશન કરીને લોગિન કરવું પડે છે.

લોગિન કર્યા પછી નામ, ઈમેલ અને પિનકોડ જેવી મૂળભૂત માહિતી ભરવી પડશે. પછી રાજ્ય, જિલ્લો અને વીજળી વિતરણ કંપની પસંદ કરીને કન્ઝ્યુમર અકાઉન્ટ નંબર દાખલ કરવો રહેશે. તમામ વિગતો ચકાસ્યા બાદ અરજી ફાઈનલ રીતે સબમિટ કરી શકાય છે.
ગુજરાતમાં હવે ઘરની છત પર સોલાર પેનલની જેમ રૂફટોપ પવનચક્કી વડે ઉત્પન કરી શકાશે વીજળી
