PM Modi Ganga Snan: PM મોદી કાશી પહોંચ્યા, ગંગામાં સ્નાન કર્યું, કળશમાં પાણી લઈને બાબા વિશ્વનાથના મંદિરે પહોંચ્યા
ભગવા કપડા પહેરીને પીએમ મોદી કળશ સાથે ગંગા નદીમાં ઉતર્યા. તેમણે નદીમાં ડૂબકી લગાવી અને ગંગામાં સ્નાન કરતી વખતે ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યો.

કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ લલિતા ઘાટ પર ગંગામાં ડૂબકી લગાવી હતી. ગંગા નદીમાં સ્નાન કર્યા બાદ પીએમ મોદી પાણી લઈને કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા. મંદિર પહોંચતા જ તેમનું ડમરુના નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. (ફોટો- ANI)

PM કાશી વિશ્વનાથ મંદિરમાં હાજર છે અને મંદિરના પૂજારીઓ વૈદિક મંત્રોના પાઠ કરતા બાબા વિશ્વનાથની પૂજા કરી રહ્યા હતા. પીએમ મોદી તેમની સાથે લાવેલા ગંગા નદીના જળથી બાબા વિશ્વનાથનો જલાભિષેક કર્યો હતો. (ફોટો- ANI)

ગંગા નદીમાં સ્નાન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કળશમાં જળ લઈને કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા. મંદિર પહોંચતા જ પીએમનું ડમરૂ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન ગંગા નદીના જળથી બાબા વિશ્વનાથનો જલાભિષેક કરાયો. (ફોટો -ANI)

ભગવા કપડા પહેરીને પીએમ મોદી કળશ સાથે ગંગા નદીમાં ઉતર્યા. તેમણે નદીમાં ડૂબકી લગાવી અને ગંગામાં સ્નાન કરતી વખતે ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યો. પીએમએ ભગવાન સૂર્યની પ્રદક્ષિણા કરી અને તેમને જળ અર્પણ કર્યું. (તસવીર- PTI)

ગર્ભગૃહમાં પીએમ મોદીએ લગભગ 20 મિનિટ સુધી પૂજા-અર્ચના કરી. કાશી વિશ્વનાથ મંદિરમાં ડમરુ વગાડવામાં આવ્યુ કે જેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો. બધે ડમરુનો અવાજ સંભળાઈ રહ્યો છે, લોકો પોતાના ઘરની છત પર ઉભા રહીને અલૌકિક દ્રશ્ય જોઈ રહ્યા છે. (તસવીર- PTI)

અગાઉ શંખનાદ અને હર હર મહાદવેના નારા સાથે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઘાટ પર હાજર લોકોમાં જબરદસ્ત ઉત્સાહ હતો, લોકો હાથ હલાવીને વડાપ્રધાનનું સ્વાગત કરી રહ્યા હતા. (ફોટો- ANI)

આ પહેલા કાશીના કોટવાલ કાલ ભૈરવના દર્શન કર્યા બાદ વડાપ્રધાન મોદી ખિરકિયા ઘાટ પહોંચ્યા હતા. અહીંથી પીએમ લલિતા ઘાટથી કાશી વિશ્વનાથ ધામમાં પ્રવેશ કરશે. પીએમ ક્રુઝ દ્વારા લલિતા ઘાટ જશે. (ફોટો- ANI)

કાલ ભૈરવ મંદિરમાં પૂજા કર્યા પછી, વડા પ્રધાન મોદીએ ત્યાંની શેરીઓમાંથી પસાર થતાં લોકોનું અભિવાદન સ્વીકાર્યું. કાલ ભૈરવને કાશીના કોટવાલ માનવામાં આવે છે. (ફોટો- ANI)