AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂનો ફોન હવે ભંગાર નહીં પણ ખજાનો છે… 2000 સ્માર્ટફોન ભેગા કરીને ગુગલ બનાવી રહ્યું છે એક નવું ‘ડેટા સેન્ટર’

ગુગલ એક અમેરિકન યુનિવર્સિટી સાથે મળીને 2000 જૂના પિક્સલ સ્માર્ટફોન્સના મધરબોર્ડ જોડીને એક શક્તિશાળી ડેટા સેન્ટર બનાવવાનો પ્લાન કરી રહ્યું છે.

| Updated on: Jun 16, 2026 | 6:31 PM
Share
જો તમારી પાસે કોઈ જૂનો સ્માર્ટફોન પડ્યો હોય તો તેને ભંગાર સમજવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે હવે તે એક મહત્વપૂર્ણ કમ્પ્યુટિંગ સિસ્ટમનો હિસ્સો બની શકે છે. સર્ચ એન્જિન જાયન્ટ ગુગલ હવે નકામા થઈ ગયેલા સ્માર્ટફોન્સનો ઉપયોગ કરીને લો-કાર્બન કમ્પ્યુટિંગ ક્લસ્ટર એટલે કે એક અદ્યતન ડેટા સેન્ટર બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ અનોખા પ્રોજેક્ટ દ્વારા ગુગલ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના ટેકનોલોજીને વધુ મજબૂત કરવા માંગે છે.

1 / 7
સરળ શબ્દોમાં સમજીએ તો, ગુગલ જૂના સ્માર્ટફોનની ચિપ, મેમરી અને સ્ટોરેજનો ઉપયોગ કરીને હજારો ડિવાઇસને એકસાથે જોડશે અને તેનાથી એક મિની ડેટા સેન્ટર તૈયાર કરવામાં આવશે. આ પ્રક્રિયાથી ક્લાઉડ એપ્લિકેશન્સ અને રિસર્ચ વર્કલોડને સંભાળવામાં ઘણી મદદ મળશે.

2 / 7
અમેરિકાની યુનિવર્સિટી સાથે હાથ મિલાવ્યા: આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગુગલે અમેરિકાની એક પ્રખ્યાત યુનિવર્સિટીની રિસર્ચ ટીમ સાથે ભાગીદારી કરી છે. બંને ટીમો સંયુક્ત રીતે રિસર્ચ કરી રહી છે કે કેવી રીતે નિવૃત્ત થઈ ગયેલા સ્માર્ટફોન્સને એક શક્તિશાળી કમ્પ્યુટિંગ પ્લેટફોર્મમાં ફેરવી શકાય. જો આ પ્રયોગ સંપૂર્ણપણે સફળ રહેશે તો આગામી સમયમાં શરૂઆતી તબક્કે અંદાજે 2000 જૂના ગુગલ પિક્સલ સ્માર્ટફોન્સથી બનેલું એક આખું ડેટા સેન્ટર કામ કરતું જોવા મળશે.

3 / 7
કેવી રીતે કામ કરશે આ 'ફોન ક્લસ્ટર કમ્પ્યુટિંગ'? ગુગલે આ આગામી પ્રોજેક્ટને 'ફોન ક્લસ્ટર કમ્પ્યુટિંગ' નામ આપ્યું છે. પોતાના સત્તાવાર બ્લોગમાં ગુગલે જણાવ્યું છે કે આ પ્રક્રિયામાં સંશોધકો સ્માર્ટફોનમાંથી ડિસ્પ્લે, બેટરી, કેમેરા અને બહારની બોડી જેવી બિનજરૂરી વસ્તુઓ અલગ કરી દેશે. આ બધું હટાવ્યા પછી માત્ર મુખ્ય મધરબોર્ડ બચશે, જેમાં પ્રોસેસર, મેમરી અને સ્ટોરેજ પહેલેથી જ હાજર હોય છે.

4 / 7
આવા અનેક સ્માર્ટફોન્સના મધરબોર્ડને આપસમાં કનેક્ટ કરીને તેમાં લિનક્સ (Linux) ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ તમામ ડિવાઇસ કનેક્ટ થયા પછી તેને એક મોટા ક્લસ્ટર તરીકે ગોઠવવામાં આવશે. આ બધી સિસ્ટમને કુબરનેટિસ (Kubernetes) પ્લેટફોર્મ દ્વારા મેનેજ કરવામાં આવશે, જે એક અત્યંત એડવાન્સ્ડ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે કામ કરશે.

5 / 7
25 થી 50 ફોન મળીને બનશે એક પાવરફુલ સર્વર: નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અંદાજે 25 થી 50 સ્માર્ટફોનનું એક નાનું ક્લસ્ટર એટલી કમ્પ્યુટિંગ પાવર જનરેટ કરી શકે છે, જે અમુક ખાસ કાર્યો માટે આજના આધુનિક સર્વરની બરાબર હોય. વૈજ્ઞાનિકો હજારો ડિવાઇસને જોડીને એવું પ્લેટફોર્મ બનાવવા માંગે છે જે ભવિષ્યમાં ક્લાઉડ બેઝ્ડ સર્વિસ આપી શકે.

6 / 7
ગુગલનો અસલી હેતુ શું છે? કમ્પ્યુટિંગ સેક્ટરમાંથી નીકળતો કાર્બન ફૂટપ્રિન્ટ મુખ્યત્વે બે બાબતો પર આધારિત હોય છે. પહેલું, સિસ્ટમ ચલાવવા દરમિયાન વપરાતી વીજળી અને બીજું, નવા હાર્ડવેરના મેન્યુફેક્ચરિંગ દરમિયાન થતું પ્રદૂષણ. ગુગલ જૂના સ્માર્ટફોનના પાર્ટ્સનો ફરીથી ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક કચરો ઘટાડવા માંગે છે અને સાથે પર્યાવરણમાં કાર્બનનું પ્રમાણ ઓછું કરવા માંગે છે. હાલમાં રિસર્ચ ટીમ 2,000 સ્માર્ટફોનનું ક્લસ્ટર બનાવીને સિસ્ટમ પ્રોગ્રામિંગ અને એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ ક્ષેત્રે નવો ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે.

7 / 7

શું તમે જાણો છો? નેશનલ હાઇવેના આખા રસ્તા પર કેમ નથી હોતી લાઇટ્સ! NHAIએ જણાવ્યું અસલી કારણ

Follow Us
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'

ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો

અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ

શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ

જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન

જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video

3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ

14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ

Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ

g clip-path="url(#clip0_868_265)">