OLA નો ધમાકો ! લોન્ચ કર્યું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત છે માત્ર 39,999 રૂપિયા
દેશની અગ્રણી ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક ઓલા ઇલેક્ટ્રિકે તેના વાહન પોર્ટફોલિયોને વિસ્તાર્યો છે અને નવી સ્કૂટર રેન્જ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ નવા ઇલેક્ટ્રિક સ્કૂટરની રેન્જની શરૂઆતી કિંમત માત્ર 39,999 રૂપિયા છે.

દેશની અગ્રણી ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક ઓલા ઇલેક્ટ્રિકે તેના વાહન પોર્ટફોલિયોને વિસ્તાર્યો છે અને નવી 'Gig અને S1 Z' સ્કૂટર રેન્જ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

ખાસ વાત એ છે કે આ નવા ઇલેક્ટ્રિક સ્કૂટરની રેન્જની શરૂઆતી કિંમત માત્ર 39,999 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. તેમનું ઓફિશિયલ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે, જે માત્ર 499 રૂપિયામાં બુક કરી શકાય છે.

કંપની દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સ્કૂટરની નવી રેન્જમાં Ola Gig, Ola Gig+, Ola S1 Z અને Ola S1 Z+ સામેલ છે. જેની કિંમતો અનુક્રમે રૂ. 39,999, રૂ. 49,999, રૂ. 59,999 અને રૂ. 64,999 (એક્સ-શોરૂમ) છે. કંપનીએ આ સ્કૂટરમાં રિમૂવેબલ બેટરી પેક આપ્યું છે જે તેમના ચાર્જિંગને વધુ સરળ બનાવે છે.

Ola ઈલેક્ટ્રિકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભાવિશ અગ્રવાલે જણાવ્યું હતું કે, હાલના પોર્ટફોલિયોની સાથે, સ્કૂટરની નવી સિરીઝ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં નવી ક્રાંતિ લાવશે તે અનુક્રમે એપ્રિલ 2025 અને મે 2025થી શરૂ થશે.

Ola Gig ટૂંકી સવારી માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ સ્કૂટરમાં મજબૂત ફ્રેમ, ડિઝાઇન, પર્યાપ્ત રેન્જ, રિમૂવેબલ બેટરી, પર્યાપ્ત પેલોડ ક્ષમતા અને વધુ સારી સુરક્ષા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ સ્કૂટરમાં કંપનીએ 1.5 kWh ક્ષમતાનું રિમૂવેબલ બેટરી પેક આપ્યું છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર સિંગલ ચાર્જ પર 112 કિમી (IDC-પ્રમાણિત)ની ડ્રાઇવિંગ રેન્જ આપશે. તે 12 ઇંચના ટાયરથી સજ્જ છે. આ સ્કૂટરને B2B બિઝનેસ માટે યોગ્ય માનવામાં આવે છે. (Image - Ola Electric)
