IPL: પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે 50 હજાર રન બનાવીને રચ્યો ઈતિહાસ, જાણો RCB અને CSK ક્યાં છે?
પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સિઝન સારી ન રહી હોય, પરંતુ ટીમ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. તેણે CSK સામેની મેચમાં એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. જ્યાં તે 50 હજાર રન પૂરા કરનારી પહેલી ટીમ બની છે.

મોટાભાગની ટીમો IPL 2026માં પ્લેઓફમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે.

હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ ફરી એકવાર આ સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારી છે. ચેપોક સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં CSKએ 8 વિકેટે જીત મેળવી છે. આ સાથે IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સની આ સાતમી હાર છે.

મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં જીત મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. સાથે જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નવા રેકોર્ડ પણ બનાવી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચમાં આવો જ એક રેકોર્ડ બનાવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ઇનિંગમાં 114મો રન બનાવતાની સાથે જ T20 ક્રિકેટમાં 50,000 રન પૂરા કર્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સે પોતાની 308મી T20 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. 50,000 રન પૂરા કરનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. આ યાદીમાં મુંબઈ પછી બીજા ક્રમે ઈંગ્લેન્ડની સ્થાનિક ટીમ સમરસેટ છે. જેના નામે 48,244 રન છે.

ત્રીજા ક્રમે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ છે. જેના નામે 295 મેચમાં 47,304 રન છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ ચોથા ક્રમે આવે છે. જેના નામે હવે 286 મેચમાં 46,598 રન છે.
આ પણ વાંચો: Breaking News: ડેબ્યૂ માટે 8 મેચ રાહ જોઈ, 10 બોલમાં કર્યો સૂર્યકુમાર યાદવનો શિકાર, અદ્ભુત કેચ પણ લીધો
