NEET પરીક્ષા લેવાય તે પહેલાં જ ‘રાઘવ સર’ સક્રિય? યુવરાજસિંહ જાડેજાએ ટેલિગ્રામ પર ₹10 લાખમાં પેપર વેચાતું હોવાનો કર્યો સનસનાટીપૂર્ણ દાવો!
ગુજરાતમાં NEETની પુનઃપરીક્ષા પહેલાં જ કૌભાંડીઓ સક્રિય થયા હોવાના આરોપથી ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થીઓ પાસેથી એડવાન્સ રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાનો દાવો કરાયો છે.
ગાંધીનગરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ NEET પરીક્ષાને લઈને એક મોટો ધડાકો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે NEETની પુનઃપરીક્ષા યોજાય તે પહેલાં જ પેપર લીક કરતું આખું કૌભાંડ સક્રિય થઈ ગયું છે.
આ આખા ખેલમાં ‘રાઘવ સર’ નામની એક શંકાસ્પદ વ્યક્તિ મુખ્ય સૂત્રધાર હોવાનો આરોપ છે, જે ટેલિગ્રામ એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને પેપર ફોડવાનું આયોજન કરી રહી છે. યુવરાજસિંહના જણાવ્યા અનુસાર, એક પેપરનો ભાવ ₹10 લાખ નક્કી કરાયો છે અને સોદો પાકો કરવા માટે વિદ્યાર્થીઓ પાસેથી ₹60 હજાર એડવાન્સ લેવાય છે. આ ડીલ માટે ખાસ કોડ વર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનાથી તંત્ર અને પોલીસની નજરોથી બચી શકાય. આ દાવા બાદ શૈક્ષણિક આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે.
તડકામાં ભઠ્ઠીની જેમ ગરમ થઈ રહ્યો છે તમારો સ્માર્ટફોન ? તેને ઠંડો કરવા માટે ક્યારેય ન કરતા આ મોટી ભૂલો
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
