AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાંથી 2 ટન અખાદ્ય બદામ-કતરણ મળી, ગોળા, આઇસ્ક્રીમ, શિખંડ, મઠ્ઠો, પેંડા પર લગાવાતી હતી

રાજકોટમાંથી 2 ટન અખાદ્ય બદામ-કતરણ મળી, ગોળા, આઇસ્ક્રીમ, શિખંડ, મઠ્ઠો, પેંડા પર લગાવાતી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2026 | 3:01 PM
Share

આરોગ્ય વિભાગને વેપારી પાસેથી અંદાજે 35 વેપારીઓની યાદી પણ મળી આવી છે, જેમને આ બદામ સપ્લાય કરવામાં આવતી હોવાની માહિતી મળી રહી છે. ખાસ કરીને જપ્ત કરાયેલા બોક્સ પર “Damage Almond” લખેલું હતું, જે સામાન્ય રીતે પશુઓના ખોરાક માટે વપરાતું હોવાનું કહેવાય છે.

રાજકોટ શહેરના માધાપર ચોકડી નજીક આવેલ યોગી ઇન્ડસ્ટ્રીઝમાં આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહીં આવેલી હિર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં તપાસ દરમિયાન અંદાજે 2 ટન જેટલો અખાદ્ય બદામનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ હલકી ગુણવત્તાની બદામનો ઉપયોગ ખાસ કરીને ગોળા, આઇસ્ક્રીમ, શિખંડ, મઠ્ઠો, પેંડા પર લગાવાતી બદામની કતરી સહિતની વિવિધ ખાદ્ય વસ્તુઓમાં થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

હિર એન્ટરપ્રાઇઝનું સંચાલન પ્રદિપ દુધાત્રા દ્વારા કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અખાદ્ય બદામને પ્રોસેસ કરીને કાતરવામાં આવતી હતી અને ત્યારબાદ તેનો વેપાર કરવામાં આવતો હતો. દરોડા બાદ વેપારી પ્રદિપ દુધાત્રાએ નિવેદન આપતાં જણાવ્યું કે, “હાલમાં મારી પાસે સારી ગુણવત્તાની બદામ ઉપલબ્ધ નથી, તેથી આ જથ્થો શોર્ટિંગ કરીને વેચી રહ્યો હતો.”

આરોગ્ય વિભાગને વેપારી પાસેથી અંદાજે 35 વેપારીઓની યાદી પણ મળી આવી છે, જેમને આ બદામ સપ્લાય કરવામાં આવતી હોવાની માહિતી મળી રહી છે. ખાસ કરીને જપ્ત કરાયેલા બોક્સ પર “Damage Almond” લખેલું હતું, જે સામાન્ય રીતે પશુઓના ખોરાક માટે વપરાતું હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વેપારી આ જથ્થાનું વેચાણ અંદાજે 600 રૂપિયા પ્રતિ કિલોના ભાવે કરી રહ્યો હતો. હાલ આરોગ્ય વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને સંકળાયેલા અન્ય વેપારીઓ સુધી તપાસનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે.

Breaking News : રાજકોટના ધોરાજીમાં ડીઝલની અછત, પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાગી લાંબી કતારો! જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">