AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી, 22 મેથી ગાજવીજ સાથે વરસાદની શક્યતા

ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે મહત્વપૂર્ણ હવામાન અંગે આગાહી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં ભારે ગરમીનો માહોલ યથાવત્ રહેશે, જ્યારે 22 મેથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનતા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2026 | 8:28 PM
Share

Gujarat Rain Forecast : ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે મહત્વપૂર્ણ હવામાન અંગે આગાહી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં ભારે ગરમીનો માહોલ યથાવત્ રહેશે, જ્યારે 22 મેથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનતા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર આજે ગુરુવારના રોજ અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં તાપમાનનો પારો યથાવત રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં 41 થી 43.5 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે, જેના કારણે લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યાં છે.

બીજી તરફ 22 અને 23 મે દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, પશ્ચિમ વિક્ષેપ (Western Disturbance) સક્રિય થતા રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી તેજ બની રહી છે. હાલ મધ્ય ટ્રોપોસ્ફિયરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જ્યારે પંજાબ, પૂર્વ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને બાંગ્લાદેશ આસપાસ ઉપરવાસી ચક્રવાતીય પરિસ્થિતિ સર્જાઈ છે.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશથી મણિપુર સુધી ટ્રફ લાઈન સક્રિય છે અને બંગાળની ખાડીથી તમિલનાડુ સુધી નીચલા સ્તરે ટ્રફ સર્જાતા ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. જેના પરિણામે આગામી બે દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજની શક્યતા વધી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ગરમી અને ભેજના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ સર્જાઈ શકે છે.

આજે ગુજરાતમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ છે. રાજકોટમાં ગરમીનો પારો 43.5 ડિગ્રીએ પહોચ્યો છે. જ્યારે અમદાવાદ અને અમરેલીમાં 41.7, વડોદરામાં 40.4, ભાવનગરમાં 37.9, ભૂજમાં 40.6 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ડીસામાં 41.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ છે.

દેશમાં પડી રહેલા કાળઝાળ ગરમી, ભીષણ દુષ્કાળની આગાહી છે ? જાણો ચોમાસાને અસ્તવ્યસ્ત કરનાર અલ નીનોના સંકેત

Follow Us
કામ પૂરું કરાવવા મેનેજરે કર્મચારીઓને ઓફિસમાં પૂર્યા ! Video
કામ પૂરું કરાવવા મેનેજરે કર્મચારીઓને ઓફિસમાં પૂર્યા ! Video
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB
9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
g clip-path="url(#clip0_868_265)">