જમણ તો અમારું જ હો… વર્લ્ડના બેસ્ટ ફૂડ સિટીમાં ભારતના આ શહેરોનો પણ સમાવેશ
દુનિયામાં હર કોઈ વ્યક્તિ રોજ નવું ખાવાની ઈચ્છા ધરાવતો હોય છે. ત્યારે ભારતમાં પણ અનેક આવા લોકો છે જે ખવાના ખૂબ શોખીન હોય છે. ત્યારે ફૂડ એન્ડ ગાઈડ કંપની ટેસ્ટ એટલાસે આ અંગે યાદી બહાર પાડી છે. જેમાં વર્લ્ડના બેસ્ટ ફૂડ સિટીમાં ભારતના પણ સિટીનો સમાવેસ કરવામાં આવ્યો છે.

ફૂડ એન્ડ ગાઈડ કંપની ટેસ્ટ એટલાસે વર્ષ 2023 માટે ખાદ્યપદાર્થો સાથે સંબંધિત ઘણી યાદીઓ બહાર પાડી છે. તેમાં તમારે જાણવું જરૂરી છે કે વિશ્વના શ્રેષ્ઠ ફૂડ સિટીમાં ભારતના કેટલા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો?

આ યાદીમાં ભારતના હૈદરાબાદ અને મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં 35 માં સ્થાન પર મુંબઈને અને હૈદરાબાદને 39મા સ્થાને રાખવામાં આવ્યું છે.

વર્લ્ડ બેસ્ટ ફૂડ સિટીઝની યાદીમાં રોમને નંબર વન રાખવામાં આવ્યું છે. આ સાથે ટોક્યોને ટોપ 5માં સ્થાન અપાયું છે.

હૈદરાબાદની મુલાકાત લેનારા લોકો લોકપ્રિય વાનગી હૈદરાબાદી બિરયાની ખાધા વગર રહી શકતા નથી. પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી આ વાનગીનો સ્વાદ અદ્ભુત છે.

મુંબઈની શેરીઓમાં વડાપાવની દુકાનો દરેક ખૂણાઓ અને સ્ટેશનો પર હોય છે. આ શહેરનું સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જેને સ્થાનિકો અને પ્રવાસીઓ બંને પસંદ કરે છે.

મોતીઓના શહેર હૈદરાબાદમાં પ્રવાસીઓ માત્ર ચાર મિનારા જ જોતા નથી પરંતુ તેઓ હલીમ, ફિરણી અને બોટી કબાબનો સ્વાદ પણ લે છે.

મુંબઈમાં માત્ર વડાપાવ જ નહીં પરંતુ મસ્કા બન, આઈસ્ક્રીમ સેન્ડવિચ, કોર્ન, વિરલે પાર્લેની પાવભાજી, મસાલા પાવ સહિત અનેક સ્ટ્રીટ ફૂડ ખાવાનો ક્રેઝ છે.
