AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વારંવાર મોબાઇલ રિચાર્જ કરવાની સમસ્યાનો અંત, 200 દિવસથી વધુની વેલિડિટી વાળો Jio પ્રીપેડ પ્લાન લોકોનો ફેવરિટ

જિયો વારંવાર રિચાર્જની ઝંઝટ ટાળવા માંગતા યુઝર્સ માટે 200 દિવસથી વધુ વેલિડિટીવાળા લાંબા ગાળાના પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. જે ગ્રાહકોને સસ્તા ભાવે મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2026 | 3:56 PM
Share
જો તમે વારંવાર મોબાઇલ રિચાર્જ કરાવવાની ઝંઝટથી બચવા માંગતા હો અને 200 દિવસ કે તેથી વધુ વેલિડિટી ધરાવતો પ્રીપેડ પ્લાન શોધી રહ્યા હો, તો Reliance Jio પાસે હાલમાં આવા કેટલાક લાંબા ગાળાના પ્રીપેડ પ્લાન ઉપલબ્ધ છે. જિયોના આ લોંગ-ટર્મ પ્લાન વિવિધ પ્રકારના યુઝર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. તેમાં માત્ર કોલિંગ વાપરનારા, વધારે ડેટા જરૂરિયાત ધરાવનારા, 5G ઉપયોગકર્તા તેમજ OTT સર્વિસમાં રસ ધરાવતા યુઝર્સ માટે અલગ-અલગ વિકલ્પો આપવામાં આવ્યા છે.

1 / 5
આ પ્રકારના પ્લાન ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે, જેમને વારંવાર રિચાર્જ કરવાની અસુવિધા ન ગમે અને લાંબા સમય સુધી નંબર એક્ટિવ રાખવો હોય. એક જ વખત રિચાર્જ કરીને ઘણા મહિના સુધી નિશ્ચિત સેવાઓ મળતી રહે, એ આ પ્લાનની સૌથી મોટી ખાસિયત છે. જિયો આવા પ્લાનમાં વેલિડિટી સાથે-સાથે કોલિંગ અને અન્ય ડિજિટલ સુવિધાઓ પર પણ ધ્યાન આપે છે.

2 / 5
Jioનું ₹1748નો પ્રીપેડ પ્લાન ખાસ કરીને વોઇસ-ઓનલી યુઝર્સ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લાનમાં 336 દિવસની વેલિડિટી મળે છે, જે લગભગ 11 મહિના જેટલી થાય છે. જે લોકો મોબાઇલ ડેટાનો ઉપયોગ કરતા નથી અને ફક્ત કોલિંગ માટે નંબર ચાલુ રાખવા માંગે છે, તેમના માટે આ પ્લાન યોગ્ય વિકલ્પ બની શકે છે.

3 / 5
આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. સાથે જ કુલ 3600 SMS પણ મળે છે. મહત્વની વાત એ છે કે આ પ્લાનમાં કોઈપણ પ્રકારનો મોબાઇલ ડેટા સામેલ નથી, એટલે કે ઇન્ટરનેટ વપરાશ માટે અલગથી ડેટા પ્લાન લેવું પડે છે.

4 / 5
એન્ટરટેઇનમેન્ટ અને ડિજિટલ સેવાઓની વાત કરીએ તો, આ પ્લાનમાં JioTVનો એક્સેસ આપવામાં આવે છે અને ક્લાઉડ સ્ટોરેજ તરીકે 50GB JioAICloudની સુવિધા પણ મળે છે. સિનિયર સિટિઝન, અથવા જે લોકો સેકન્ડરી નંબર વાપરે છે, તેમના માટે આ લાંબા સમયની વેલિડિટી ધરાવતો પ્લાન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

5 / 5

રોકાણકારોની કમાણી, મુકેશ અંબાણીની કંપની સાથે ડીલ બાદ આ સરકારી કંપનીના શેરમાં ભારે ઉછાળો

g clip-path="url(#clip0_868_265)">