Breaking News : 14 વર્ષનો ભારતીય ખેલાડી, ફક્ત 32 બોલ અને બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ, જુઓ
વૈભવ સૂર્યવંશીએ U19 વર્લ્ડ કપ ફાઇનલમાં ઇતિહાસ રચ્યો. 14 વર્ષની ઉંમરે તેણે 32 બોલમાં અડધી સદી ફટકારી, પછી સદી અને 150 રન બનાવી સૌથી યુવા ખેલાડી તરીકે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

Vaibhav Suryavanshi એ અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ક્રિકેટ ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાવ્યું. માત્ર 32 બોલમાં અડધી સદી ફટકારીને તેણે ટીમ ઇન્ડિયાને ઝડપી અને મજબૂત શરૂઆત અપાવી. 14 વર્ષની ઉંમરે દબાણભરી મેચમાં આવું પ્રદર્શન કરવું ખરેખર અસાધારણ છે.
ત્રણ છગ્ગા અને છ ચોગ્ગા
ICC Under-19 World Cup 2026ની ફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. મોટી મેચ, ભારે દબાણ અને વિશ્વભરના નજર સામે પણ વૈભવ સંપૂર્ણ શાંત અને આત્મવિશ્વાસભર્યો દેખાયો. ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં તેણે ત્રણ છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી અને સાથે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો.
આ ઇનિંગ સાથે વૈભવ વર્લ્ડ કપ ફાઇનલમાં પચાસથી વધુ રન બનાવનાર સૌથી યુવા ખેલાડી બન્યો. એટલું જ નહીં, તેણે સેમિફાઇનલ અને ફાઇનલ બંનેમાં આ સિદ્ધિ હાંસલ કરી. સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન સામે તેણે 68 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, જ્યારે ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ફરી એકવાર પોતાની ક્લાસ બતાવી.
વૈભવે ફાઇનલમાં એક પણ બિનજરૂરી શોટ રમ્યો
ફાઇનલમાં વૈભવનો અભિગમ થોડો અલગ જોવા મળ્યો. સામાન્ય રીતે આક્રમક શરૂઆત કરનાર આ યુવા બેટ્સમેનએ પ્રથમ 10 બોલમાં પિચ અને પરિસ્થિતિને સારી રીતે વાંચી. ત્યારબાદ તેણે ઇંગ્લેન્ડના બોલરો પર સચોટ અને નિયંત્રિત હુમલો કર્યો. ટુર્નામેન્ટ દરમિયાન પ્રથમ 10 ઓવરમાં ઘણીવાર આઉટ થનાર વૈભવે ફાઇનલમાં એક પણ બિનજરૂરી શોટ રમ્યો નહીં.
અડધી સદી સુધી જ સીમિત ન રહીને વૈભવે 55 બોલમાં સદી અને 71 બોલમાં 150 રન પૂરા કર્યા. તેની આ ઐતિહાસિક ઇનિંગમાં 12 છગ્ગા અને 12 ચોગ્ગાનો સમાવેશ હતો. ખાસ વાત એ છે કે તેણે માત્ર બાઉન્ડરીઝથી જ 120 રન બનાવ્યા. આ પ્રદર્શનથી સ્પષ્ટ થઈ ગયું કે વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે અને મોટા મંચ પર રમવા માટે સંપૂર્ણ તૈયાર છે.
ભારતને મેચના એક દિવસ પહેલા મોટો ઝટકો, ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી T20 વર્લ્ડ કપમાંથી બહાર
