AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ભારતે લીધો મોટો નિર્ણય, IFS વિશ્વેશ નેગી ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત !

2002 બેચના IFS અધિકારી વિશ્વેશ નેગી એક વરિષ્ઠ રાજદૂત છે અને તેમણે તેમના રાજદ્વારી કારકિર્દી દરમિયાન અનેક મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે. હાલમાં તેઓ વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપે છે.

પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ભારતે લીધો મોટો નિર્ણય, IFS વિશ્વેશ નેગી ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત !
India Appoints Vishwesh Negi New Ambassador IranImage Credit source: AI Generated
| Updated on: Aug 04, 2026 | 10:04 AM
Share

ખાડી વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટ પરના તણાવ વચ્ચે, ભારતે ઈરાનમાં નવા રાજદૂતની નિમણૂક કરી છે. વરિષ્ઠ રાજદૂત વિશ્વેશ નેગીને ઈરાનમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. નેગી ટૂંક સમયમાં તેહરાનમાં તેમની નવી જવાબદારીઓ સંભાળે તેવી અપેક્ષા છે. વિશ્વેશ નેગી, રુદ્ર ગૌરવ શ્રેષ્ઠાનું સ્થાન લેશે. રુદ્ર ગૌરવ શ્રેષ્ઠ હવે તુર્કીમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

વિદેશ મંત્રાલયે કરી સત્તાવાર જાહેરાત

વિદેશ મંત્રાલયએ (MEA) સોમવાર 03 ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે ભારતીય વિદેશ સેવાના વરિષ્ઠ અધિકારી વિશ્વેશ નેગીને ઈરાનમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “વિશ્વેશ નેગી, જેઓ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા, તેમને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.” તેઓ 2002 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે. વિશ્વેશ નેગી હાલમાં વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપે છે.

2002 બેચના IFS અધિકારી વિશ્વેશ નેગી કોણ છે?

ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો માટે રાજદૂત તરીકે વિશ્વેશ નેગીની નિમણૂક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે બંને દેશો ગાઢ વ્યૂહાત્મક, આર્થિક અને ઉર્જા સંબંધો ધરાવે છે. રાજદૂત તરીકે, વિશ્વેશ નેગીને પશ્ચિમ એશિયામાં ઝડપથી બદલાતી પ્રાદેશિક સુરક્ષા પરિસ્થિતિ વચ્ચે તેહરાન સાથે ભારતના રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત બનાવવાનું કામ સોંપવામાં આવશે. 2002 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી વિશ્વેશ નેગી, એક વરિષ્ઠ રાજદ્વારી છે અને તેમણે તેમના રાજદ્વારી કારકિર્દી દરમિયાન અનેક મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે. તેઓ હાલમાં વિદેશ મંત્રાલયમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર સાથે ભારતના સંબંધો સંભાળે છે.

આંતરરાષ્ટ્રીય બાબતોમાં લાંબો અનુભવ

CNBCના અહેવાલ મુજબ, વિદેશ મંત્રાલયમાં નિમણૂક પહેલાં વિશ્વેશ નેગીએ સંરક્ષણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (આંતરરાષ્ટ્રીય સહકાર) તરીકે સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન, તેમણે સંરક્ષણ રાજદ્વારી અને આંતરરાષ્ટ્રીય લશ્કરી સહયોગ પર કામ કર્યું હતું અને લશ્કરી સહયોગ અને સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારી પર આર્મેનિયા સાથેની મહત્વપૂર્ણ વાટાઘાટો સહિત મુખ્ય દ્વિપક્ષીય સંરક્ષણ ચર્ચાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

પાકિસ્તાન સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધો પર પણ કર્યું છે કામ

તેમની રાજદ્વારી કારકિર્દી (Diplomatic Career) દરમિયાન, વિશ્વેશ નેગીએ સંયુક્ત રાષ્ટ્ર રાજકીય વિભાગમાં ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી. જ્યાં તેમણે નીતિગત બાબતો અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સંભાળ્યા હતા. તેમણે પાકિસ્તાન સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધો પર કામ કર્યું હતું અને પછી ઓશનિયા વિભાગમાં (પ્રશાંત મહાસાગરમાં આવેલો એક ભૌગોલિક અને રાજકીય વિસ્તાર) સંયુક્ત સચિવ તરીકે જોડાયા હતા. તે દરમિયાન તેમણે ભારત-પાપુઆ ન્યૂ ગિની (પ્રશાંત મહાસાગરના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલો એક ટાપુ દેશ) વિદેશ કાર્યાલય પરામર્શ સહિત ઉચ્ચ સ્તરીય રાજદ્વારી ક્રિયાપ્રતિક્રિયાઓનું નેતૃત્વ કર્યું હતું.

પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે નવી નિમણૂક

વિશ્વેશ નેગી માટે નવી નિમણૂક પડકારજનક રહી શકે છે કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ તણાવપૂર્ણ રહી છે. 28 ફેબ્રુઆરીએ, યુએસ અને ઇઝરાયલે ઈરાન પર લશ્કરી હુમલાઓ શરૂ કર્યા હતા. જેના પર તેહરાન તરફથી કડક પ્રતિક્રિયા આપવામાં આવી હતી. સંઘર્ષ અનેક મુદ્દાઓ સાથે રહ્યો છે. જેમાં યુદ્ધવિરામ ભંગ અને હોર્મુઝ સ્ટ્રેટનો પણ સમાવેશ થાય છે. ખાડીમાં થયેલા સંઘર્ષે ઉર્જા પુરવઠા, કમર્શિયલ શિપિંગ અને પ્રાદેશિક સુરક્ષા અંગે અનેક ચિંતાઓ ઉભી કરી છે. ભારતે વારંવાર આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે અપીલ કરી છે.

આ પણ વાંચો, Breaking News : બલુચિસ્તાને 11 ઓગસ્ટને જાહેર કર્યો આઝાદી દિવસ, પાકિસ્તાનથી સ્વતંત્ર થયાની કરી જાહેરાત, વિશ્વના તમામ દેશ પાસે માંગી માન્યતા

Follow Us
સુરતમાં જન્માષ્ટમીના દિવસે 30 જુગારીઓ સહિત 75,000નો મુદ્દામાલ કબજે !
સુરતમાં જન્માષ્ટમીના દિવસે 30 જુગારીઓ સહિત 75,000નો મુદ્દામાલ કબજે !
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
g clip-path="url(#clip0_868_265)">