AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : હાથથી કચરા પોતું કરવું જીમ કરતા પણ વધારે ફાયદાકારક, જાણી લો

કચરા -પોતુંનું કામ દરેક ઘરમાં હોય છે, કેટલાક લોકો ઘરના કામ માટે માણસો રાખે છે પરંતુ શું તમે જાણો છો બેસીને કચરા પોતું કરવાના કેટલા ફાયદા છે. જો આજે તમે આ વાત જાણી લેશો. તો તમે પણ હાથથી કચરા પોતું કરવા લાગશો.

Health Tips : હાથથી કચરા પોતું કરવું જીમ કરતા પણ વધારે ફાયદાકારક, જાણી લો
| Updated on: Aug 04, 2026 | 10:37 AM
Share

ઘરના કામમાંથી એક કચરા પોતું કરવા માટે કેટલાક લોકો મશીનનો ઉપયોગ કરે છે. તો કેટલાક લોકો આ કામ માટે માણસો રાખે છે. પરંતુ જો તમે પણ કચરા પોતુંને ખરાબ કહી રહ્યા છો. તો આ વાત બિલકુલ ખોટી છે. કારણ કે, ઘરમાં દરરોજ હાથથી કચરા પોતું કરવાના ઇનેક ફાયદા રહેલા છે. જે તમે કદાચ જાણતા નહી હોય. કેટલાક ઈન્ફ્યુલન્સર અને ડોકટર પણ આ વિશે વાત કહી ચૂક્યા છે. કચરા પોતું કરવાથી માત્ર ઘરની સાફ સફાઈ થતી નથી પરંતુ આ સાથે શરીરને પણ અનેક ફાયદાઓ મળે છે. તો ચાલો આજે આપણે જાણીએ કચરા પોતું કરવાના ફાયદા વિશે.

મોટા ભાગના લોકો જાણતા નથી કે, કચરા પોતું કરવાથી શરીરને કેટલાક ફાયદા થાય છે. કેટલાક લોકો હાથથી કચરા પોતું કરવાને બેકાર કહે છે. આનાથી વજન થી લઈ પેટ પણ ઓછું થાય છે. ચાલો આજે આપણે ફાયદા વિશે જાણીએ.

કમરનો દુખાવો ઓછો થાય

જો તમને કમરનો દુખાવો સતત બેસવાથી થાય છે. તો આ દુખાવો કચરો કાઢવાથી ઓછો થઈ શકે છે. ઘરમાંથી કચરો કાઢતી વખતે કમરથી વળવું પડે છે. જેનાથી દુખાવામાં રાહત મળે છે. જો તમને કમરથી નીચે વળવામાં પરેશાની થઈ રહી છે. તો લાંબી સાવરણી લઈ કચરો તમે બેસી અથવા ઉભા રહીને કાઢી શકો છો.

પેટની ચરબી ઓછી થશે

પોતું કરતી વખતે ઘુંટણીયે બેસવું પડે છે. જેનાથી પેટ દબાય છે. જો તમારા પેટની ચરબી વધારે છે. તો બેસીને પોતું કરવાથી ચરબી ઓછી થઈ શકે છે. પ્રેગ્નન્સીમાં પણ ડોક્ટર પોતું લગાવવાની સ્ટાઈલમાં મહિલાઓને બેસવાનું કહે છે. જેનાથી બાળકનું મૂવમેન્ટ સારું રહે અને સર્વિક્સ એરિયા ખુલી જાય.

મોટાપાથી છુટકારો

મોટાપાથી છુટકારો મળી શકે છે. આજકાલ દરેક બીજી વ્યક્તિની આ એક મોટી સમસ્યા બની ચૂકી છે. જે કચરા અને પોતું કરવાથી ઓછો થઈ શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે, જો તમે 1 કલાક કચરું પોતું કરો છો. તો તમારી 238 કેલેરી બર્ન થાય છે. તમારું શરીર જેટલી કેલેરી બર્ન કરશે. તેટલો વજન ઓછો થશે.

તણાવ ઓછો થાય

કચરા પોતું કર્યા બાદ ઘરની સાફ -સફાઈ કરવામાં આવે છે. બધી વસ્તુઓ જોવાથી મગજ શાંત રહે છે. આ સાથે તણાવ પણ ઓછો થાય છે. સવારે કચરા પોતું કરો છો તો આખો દિવસ તમે સ્ટ્રેસ ફ્રી રહી શકો છો. તણાવ સિવાય આ કામથી ગુસ્સો પણ શાંત થાય છે.

હિપ ફ્લેકિસબિલિટી વધશે

બેસીને પોતું કરવાથી તમારી હિપ ફ્લેકિસબિલિટી વધશે. તેમજ આ ભાગ શેપમાં આવી જાય છે. બેસીને પોતું લગાવવાની સ્ટાઈલમાં સ્ટિક મસલ્સ રિલેક્સ થાય છે. તેમજ ફ્લેક્સિબિલિટી વધી જાય છે. આ સિવાય મસ્લ્સ પણ એક્ટિવ રહે છે.

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અહી ક્લિક કરો

Follow Us
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">