સેવિંગ એકાઉન્ટ હોય તો ધ્યાન રાખજો ! આ 10 ટ્રાન્ઝેક્શનથી તમારા હૃદયના ધબકારા વધી જશે, ઇન્કમ ટેક્સ વિભાગ મોકલી શકે છે ‘નોટિસ’
તમે દરરોજ તમારા સેવિંગ એકાઉન્ટ (Savings Account) માંથી પેમેન્ટ, ટ્રાન્સફર અને રોકડ જમા-ઉપાડ કરો છો. એવામાં શું તમે જાણો છો કે, આ રોજિંદા કાર્યો ક્યારેક 'ઇન્કમ ટેક્સ' વિભાગની તપાસ હેઠળ આવી શકે છે?

સેવિંગ એકાઉન્ટ (Savings Account) માં આ 10 ટ્રાન્ઝેક્શન તમારી મુશ્કેલીઓ વધારી શકે છે અને એમાંય ઇન્કમ ટેક્સ વિભાગ તમને નોટિસ મોકલી શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કેટલાંક ટ્રાન્ઝેક્શન બેંકો અને ટેક્સ વિભાગ દ્વારા ટ્રેક કરવામાં આવે છે. જો આ ટ્રાન્ઝેક્શન તમારી આવક સાથે મેળ નથી ખાતા, તો તમને નોટિસ મળી શકે છે.

જો તમે એક નાણાકીય વર્ષમાં ₹10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરો છો, તો બેંક તેની જાણ ઇન્કમ ટેક્સ વિભાગને કરે છે. આમ જોવા જઈએ તો, આ ગેરકાયદેસર નથી પરંતુ તમારે તેનો સ્ત્રોત જાહેર કરવો પડી શકે છે. આથી, ગિફ્ટ, પ્રોપર્ટી વેચાણ અથવા બિઝનેસ ઇન્કમની રસીદ ઘરમાં કોઈ વ્યવસ્થિત જગ્યાએ મૂકી રાખો.

જો તમે એક વર્ષમાં ₹1 લાખથી વધુ રોકડનું પેમેન્ટ કર્યું હોય અથવા કુલ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ₹10 લાખથી વધુ હોય, તો આની જાણ પણ આવકવેરા વિભાગમાં કરવામાં આવે છે. વિભાગ તપાસ કરે છે કે, તમારી લાઇફસ્ટાઇલ તમારા ટેક્સ રિટર્નમાં દર્શાવેલ આવક સાથે મેળ ખાય છે કે નહીં?

જો ખાતામાંથી વારંવાર મોટી રકમ ઉપાડવામાં આવે અથવા રોકડ ફ્લો (Cash Flow) માં અચાનક વધારો થાય તો બેંક પણ 'Alert' થઈ શકે છે.

જો તમે ₹30 લાખ કે તેથી વધુ કિંમતની મિલકત ખરીદો છો અથવા વેચો છો (બજાર દરે હોય કે સ્ટેમ્પ મૂલ્ય પર), તો રજિસ્ટ્રાર તેની જાણ કરે છે. આ પછી ટેક્સ વિભાગ જુએ છે કે, તમને આ પૈસા ક્યાંથી મળ્યા?

જો અગાઉ બંધ કરાયેલું બેંક ખાતું અચાનક એક્ટિવ થઈ જાય અને તેમાં મોટા ટ્રાન્ઝેક્શન થવા લાગે, તો બેંક તેને ‘ફ્લેગ’ કરી શકે છે. આવા સંજોગોમાં, ખાતાધારકે બિઝનેસ, વારસાગત સંપત્તિ અથવા બીજા માન્ય કારણો સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ, જેથી કોઈ તપાસ કે સ્પષ્ટીકરણની જરૂર પડે ત્યારે પુરાવા તરીકે રજૂ કરી શકાય.

જો તમે એક વર્ષમાં 10 લાખ રૂપિયા કે તેથી વધુના વિદેશી ટ્રાન્ઝેક્શન કરો છો, જેમ કે આંતરરાષ્ટ્રીય કાર્ડ પેમેન્ટ અથવા ફોરેક્સ, તો આવકવેરા વિભાગ તમને નોટિસ મોકલી શકે છે.

જો બેંક દ્વારા જણાવવામાં આવેલ વ્યાજ તમારા આવકવેરા રિટર્ન સાથે મેળ ખાતું નથી, તો તમને નોટિસ મળી શકે છે. બધું સચોટ છે તેની ખાતરી કરવા માટે ફોર્મ 26AS અને AIS થી તમારા વ્યાજની તપાસ કરો.

જો વ્યાજ ₹10,000 કરતા ઓછું હોય, તો પણ તે AIS માં દેખાઈ શકે છે. જો તમે આ રકમ તમારા ઇન્કમ ટેક્સ રિટર્નમાં નથી બતાવતા, તો 'મિસમેચ ડેટા'ને લીધે ઓટોમેટિક નોટિસ મળી શકે છે.

ઘણા બધા સેવિંગ એકાઉન્ટ હોવા એ કોઈ સમસ્યા નથી પરંતુ તે બધા પર મળેલ વ્યાજનો સરવાળો કરવો અને તેને તમારા ITR માં દર્શાવવું મહત્વપૂર્ણ છે. આવકવેરાની સિસ્ટમ અત્યંત સંવેદનશીલ છે અને તે નાની ભૂલ પણ ઝડપથી પકડી શકે છે.

તહેવારોની સીઝન દરમિયાન, જો તમે કોઈ બીજા માટે તમારા કાર્ડથી પેમેન્ટ કરો છો અને તેણે તમને રોકડમાં પૈસા પાછા આપેલ છે, તો તે ટ્રાન્ઝેક્શન પણ ટ્રેક થઈ શકે છે. આવા પૈસા તમારા ખાતામાં આવતા જ રિપોર્ટિંગ લિમિટ પાર થઈ શકે છે અને તમને ટેક્સ નોટિસ મળી શકે છે.
“ટેક્સ માસ્ટર” એ સામાન્ય રીતે તે વ્યાવસાયિક, વ્યાખ્યાયિત કે વ્યવસાયિક વ્યક્તિ છે, જે વિવિધ પ્રકારના કરવેરા અંગે લોકોને માર્ગદર્શન આપે છે. ટેક્સને લગતા તમામ લેખ વાંચવા માટે હમણાં જ અહીં ક્લિક કરો.
