AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેન ઠાકોરે સરકાર પર કર્યા આકરા પ્રહાર

Breaking News : ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેન ઠાકોરે સરકાર પર કર્યા આકરા પ્રહાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2026 | 2:16 PM
Share

ગેનીબેન ઠાકોર પણ ખેડૂત આંદોલનમાં જોડાયા હતા. તેમણે TV9 ગુજરાત સાથે વાતચીત કરતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગેનીબેને જણાવ્યું કે જો સરકાર ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે ગંભીરતા દાખવશે નહીં તો દેશમાં પણ નેપાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

વિવિધ માંગણીઓને લઈને ખેડૂતો દ્વારા મોરબીથી ગાંધીનગર સુધી ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતભરના ખેડૂતો આ યાત્રામાં જોડાવા અમદાવાદ એકઠા થયા છે, અને અમદાવાદથી ગાંધીનગર આગે કૂચ કરી છે.

ખેડૂત આંદોલનમાં જોડાયા ગેનીબેન ઠાકોર

મળતી માહિતી મુજબ ખેડૂતોએ કેટલીક માંગણીઓને લઈને ખેડૂત અધિકાર યાત્રા યોજી છે જેમાં અત્યા સુધી 1111થી વધુ ટ્રેક્ટરો લઈને ખેડૂતો જોડાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ખેડૂતોને ટેકો આપવા માટે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ પહોંચ્યા છે. ગેનીબેન ઠાકોર પણ ખેડૂત આંદોલનમાં જોડાયા હતા. તેમણે TV9 ગુજરાતઈ સાથે વાતચીત કરતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગેનીબેને જણાવ્યું કે જો સરકાર ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે ગંભીરતા દાખવશે નહીં તો દેશમાં પણ નેપાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

સરકાર પર કર્યા આકરા પ્રહાર

તેમણે વધુમાં કહ્યું કે ખેડૂતોને કંપનીઓ સામે સુરક્ષા આપવાની જરૂર છે અને તેમને તેમના પાકનું યોગ્ય વળતર મળવું જોઈએ. હાલ ખેડૂતોને તેમના ઉત્પાદનોના યોગ્ય ભાવ મળતા નથી, જેના કારણે તેઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

ખેડૂતોની ટ્રેક્ટર યાત્રા આગામી દિવસોમાં ગાંધીનગર પહોંચશે, જ્યાં સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવશે. હવે સરકાર ખેડૂતોની માંગણીઓ પર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.

ખેડૂતોની શું છે માંગણી?

ખેડૂતોનું કહેવું છે કે તેમને તેમના પાકના યોગ્ય ભાવ મળતા નથી અને વિવિધ કંપનીઓ સામે પૂરતું રક્ષણ પણ મળતું નથી. આ મુદ્દાઓને લઈને તેઓ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે.

Breaking News Surat: સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, બીજા જ દિવસે ત્યાં જ પાછી મુકી હાથ જોડી માગી માફી, Watch Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">