AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Surat: સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, બીજા જ દિવસે ત્યાં જ પાછી મુકી હાથ જોડી માગી માફી, Watch Video

Breaking News Surat: સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, બીજા જ દિવસે ત્યાં જ પાછી મુકી હાથ જોડી માગી માફી, Watch Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2026 | 12:13 PM
Share

સલાબતપુરા વિસ્તારમાં પાર્ક કરેલી એક સાયકલ મહિલાએ ચોરી કરી હતી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે બીજા જ દિવસે એ જ મહિલા ફરી ઘટનાસ્થળે આવી અને ચોરી કરેલી સાયકલ જ્યાંથી લીધી હતી ત્યાં જ મૂકી દીધી.

સુરત શહેરમાં ચોરીની એક એવી ઘટના સામે આવી છે, જેને જાણીને લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા છે. સામાન્ય રીતે ચોરી થયા પછી ચોર ફરાર થઈ જાય છે, પરંતુ સુરતના સલાબતપુરા વિસ્તારમાં બનેલી ઘટનામાં એક મહિલાએ ચોરી કરેલી સાયકલ બીજા જ દિવસે પરત મૂકી દીધી હતી. એટલું જ નહીં, સાયકલ પરત મૂકતી વખતે મહિલાએ ત્યાં લાગેલા CCTV કેમેરા સામે હાથ જોડી માફી પણ માંગી હતી.

સાયકલ મહિલાએ ચોરી કરી હતી

માહિતી અનુસાર સલાબતપુરા વિસ્તારમાં પાર્ક કરેલી એક સાયકલ મહિલાએ ચોરી કરી હતી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે બીજા જ દિવસે એ જ મહિલા ફરી ઘટનાસ્થળે આવી અને ચોરી કરેલી સાયકલ જ્યાંથી લીધી હતી ત્યાં જ મૂકી દીધી.

સાયકલ પરત મૂક્યા બાદ મહિલાએ CCTV કેમેરા તરફ જોઈને હાથ જોડ્યા હતા, જાણે તે પોતાની ભૂલ માટે માફી માંગતી હોય. આ સમગ્ર ઘટના પણ CCTVમાં કેદ થઈ ગઈ હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે.

હૃદય પરિવર્તન થયું?

હવે લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે. શું મહિલાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેનું હૃદય પરિવર્તન થયું? કે પછી CCTVમાં ચહેરો કેદ થઈ જવાના ડરથી તેણે સાયકલ પરત મૂકી દીધી? આ અંગે ઓફિશિયલ રીતે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

જોકે આ અનોખી ઘટનાએ ચોરીની સામાન્ય વ્યાખ્યાને અલગ વળાંક આપ્યો છે અને સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાને લઈને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

કન્યા નહીં પણ અહીં લગ્ન બાદ વરરાજાની થાય છે વિદાય ! સાસરીયામાં જઈને વસવુ પડે છે અહીંના પુરુષોને

Follow Us
g clip-path="url(#clip0_868_265)">