AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી

Breaking News : NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2026 | 12:32 PM
Share

અમદાવાદ સાયબર ક્રાઈમ કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. NEET લીકના નામે ટેલિગ્રામ ચેનલો મારફતે ઉમેદવારો સાઇબર છેતરપિંડી આચરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે.

21 જૂન, 2026 ના રોજ યોજાનારી NEET પુનઃપરીક્ષા માટેનું પ્રવેશપત્ર હવે neet.nta.nic.in પર જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરતા પહેલા રિફંડ માટે તેમના બેંક ખાતાની માહિતી ચકાસવાની સલાહ આપી છે. જો કે આ વચ્ચે એક મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઈમે NEET પેપર લીક ઠગાઈ મામલે 2 આરોપીને ઝડપ્યા છે. NEET પેપર રિફંડ ફ્રોડ મામલે 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.સાયબર ક્રાઈમે કુલ 3 આરોપીની ધરપકડ કરી છે.

ટેલિગ્રામ ચેનલથી NEET લિંકના નામે ઠગાઈ કરાતી હતી.પેપર લીક કેસમાં રાજસ્થાનમાંથી 2 અને NEET રિફંડ ફ્રોડમાં બિહારના 1 આરોપીની ધરપકડ કરાઈ છે.અમદાવાદ સાયબર ક્રાઈમને માહિતી મળતા જ સમગ્ર તપાસ હાથ ધરી હતી. આરોપીઓ જુના પેપર વેચી ફ્રોડ કરતા હતા. તેમજ રિફંડ મામલે ફ્રોડ કરતા હતા.

NEETની પરીક્ષા કેમ ખાસ

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું (NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST) આયોજન NEET UG અને NEET PG તરીકે કરવામાં આવે છે. NEETની પરીક્ષા મેડીકલ શિક્ષણ માટે ફરજીયાત છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ અને નેશનલ મેડિકલ કમિશન દ્વારા દર વર્ષે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે.NEET UG પરીક્ષાના ગુણનો ઉપયોગ MBBSમાં પ્રવેશ માટે થાય છે. જ્યારે NEET PG એક્ઝામ માર્ક્સના આધાર પર MS, MD વગેરે મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોમાં એન્ટ્રી મળે છે.

 

 

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું (NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST) આયોજન NEET UG અને NEET PG તરીકે કરવામાં આવે છે. અહી ક્લિક કરો

Published on: Jun 15, 2026 12:02 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">