AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાકિસ્તાન સામે 1 રન બનાવતા જ હરમનપ્રીત કૌરે T20 વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ, બની નંબર-1 બેટ્સમેન

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાન સામે કમાલ બેટિંગ કરી હતી. આ મેચમાં એક રન લેતા જ તેણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી અને ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટનને પાછળ છોડી દીધી હતી.

| Updated on: Jun 14, 2026 | 9:58 PM
Share
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેદાનમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી હતી. મેચમાં પહેલો રન લેતા જ હરમનપ્રીત હવે મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતની સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ હતી. તેણે ભારતની દિગ્ગજ ખેલાડીને પાછળ છોડી દીધી હતી.

1 / 5
આ મેચ પહેલા ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટન મિતાલી રાજના નામે T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રનનો રેકોર્ડ હતો. મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરે 726-726 રન બનાવ્યા હતા.

2 / 5
પાકિસ્તાન સામે એક રન બનાવતા જ હરમનપ્રીતે મિતાલી રાજને પાછળ છોડી દીધી અને આ યાદીમાં નંબર 1 ભારતીય બની હતી. સ્મૃતિ મંધાના આ યાદીમાં ત્રીજા ક્રમે છે.

3 / 5
પાકિસ્તાન સામેની આ મેચમાં હરમનપ્રીત કૌરે મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણીએ 35 બોલમાં 36 રન બનાવ્યા હતા, જેમાં ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે તે ક્રીઝ પર આવી ત્યારે ટીમે ફક્ત 18 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ તેણીએ સ્મૃતિ મંધાના સાથે મળીને ટીમને મજબૂત સ્કોર તરફ પહોંચાડી હતી.

4 / 5
હરમનપ્રીત કૌર સૌપ્રથમ મહિલા T20 વર્લ્ડ કપથી જ રમી રહી છે આ તેની 40મી મેચ છે. તે T20 વર્લ્ડ કપની દરેક આવૃત્તિમાં રમનાર ખેલાડીઓમાંની એક છે. (PC:PTI/X/BCCI)

5 / 5

Archery World Cup: ધીરજ-કુમકુમની જોડીએ રચ્યો ઈતિહાસ, દક્ષિણ કોરિયાને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">