લોકોની શ્રધ્ધા સાથે છેતરપીંડી કરનારા ઢોગી બાબાઓની યાદી જાહેર, જાણો કોણ કોણ છે સામેલ

અનેક બાબાઓ વિવાદના વંટોળમાં ઘેરાઇ ચુક્યા છે અને કેટલાક તો જેલની સજા પણ ભોગવી રહ્યા છે. થોડા સમય પહેલા અખિલ ભારતીય અખાડા પરિષદે 14 નકલી બાબાઓની યાદી બહાર પાડી, આવો જાણીએ આ બાબા કોણ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 6:47 PM
ભારત હંમેશાથી ધર્મ અને આધ્યાત્મિકતાની ભૂમિ રહી છે. વિવિધ ધર્મોનું મૂળ સ્થાન હોવાને કારણે, આ સ્થાનના રહેવાસીઓ હંમેશા સંતો અને વિવિધ આધ્યાત્મિક શિક્ષકોમાં આસ્થા ધરાવે છે. ભારત હંમેશા મહાન ઋષિ-મુનિઓની ભૂમિ રહી છે, આ જ કારણ છે કે આપણા દેશના ઋષિ-મુનિઓમાં લોકોની અતૂટ શ્રદ્ધા છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો બાબાના સ્વાંગમાં લોકોની લાગણી સાથે રમત કરી વિવિધ ગુનાઓ આચરે છે. આ નકલી બાબાઓના કૃત્યોને કારણે લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે એટલું જ નહીં, આ નકલી બાબાઓ વિવિધ ગુનાઓ દ્વારા સમાજને દૂષિત પણ કરે છે.આજે આવાજ બાબાઓની યાદી આહીં જાહેર કરી રહ્યા છીએ, જેમાં અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા નકલી બાબાઓની યાદી જાહેર કરવામાં આવી છે અહીં એજ યાદી તસવીર સાથે પ્રસ્તુત છે.

1 / 15
 આસારામ બાપુ એક પ્રખ્યાત ભારતીય કથાકાર રહી ચૂક્યા છે. દુનિયાભરમાં તેના લાખો ફોલોઅર્સ છે. બળાત્કાર અને સાક્ષીઓની હત્યાનો આરોપ, આરોપી હાલમાં જેલના સળિયા પાછળ છે.

2 / 15
 ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા આચાર્ય કુશમુનિની વિવિધ મુદ્દે ટીકા થઈ રહી છે. તેમના પર લાગેલા આરોપોને કારણે તેઓ નકલી બાબાઓની યાદીમાં મુખ્ય રીતે સામેલ થયા છે, જોકે તેમણે અખાડા પર જ સવાલો ઉઠાવ્યા છે.

3 / 15
બૃહસ્પતિ ગિરી પર મંદિરની સંપત્તિમાં છેડછાડ કરવાનો અને તેને હડપ કરવાનો આરોપ હતો. આ પછી, અન્ય વિવાદોને કારણે, અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા પણ તેમને નકલી બાબા જાહેર કરવામાં આવ્યા છે.

4 / 15
દાતી મહારાજ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈને લોકોનું ભાવિ કહી રહ્યા છે. હાલમાં તેની શિષ્યા લગાવેલા બળાત્કારના આરોપ બાદ અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા નકલી બાબાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.

5 / 15
 MSG તરીકે જાણીતા સંત ગુરમીત રામ રહીમ પર વિવિધ શિષ્યોએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. તેમના વિચિત્ર પોશાક અને કારનામાને કારણે તેઓ ચર્ચાનો વિષય બન્યા છે. હાલમાં બળાત્કાર અને સાક્ષીઓની હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

6 / 15
 ઈચ્છાધારી ભીમાનંદ બાબા પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લાગ્યો છે. આ સિવાય તે વિવિધ વાયરલ વીડિયોમાં ડાન્સ કરતો પણ જોવા મળી રહ્યો છે, જેના પર ભક્તો દ્વારા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે.

7 / 15
પૈસા પડાવી લેવા, લોકો સાથે છેતરપિંડી કરવા અને છોકરીનું અપહરણ કરવા જેવા ગંભીર ગુનાના આરોપી મલખાન બાબા હંમેશા વિવાદોમાં ફસાયેલા રહ્યા છે. તેના પર અલગ-અલગ સંસ્થાઓ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવાનો પણ આરોપ છે.

8 / 15
the third eye of nirmal baba શો દ્વારા પોતાના ભક્તોની સમસ્યાઓના વિચિત્ર ઉકેલ માટે વિવાદનો વિષય બન્યા છે.

9 / 15
વિવિધ પ્રકારના આરોપોનો સામનો કરી રહેલા ઓમ નમઃ શિવાય બાબાના વિવાદોને જોતા અખિલ ભારતીય અખાડા પરિષદે પણ તેમને નકલી બાબાઓની યાદીમાં સામેલ કર્યા છે.

10 / 15
 રાધે મા તરીકે ઓળખાતી સુખવિન્દર કૌર વિવિધ ધાર્મિક સમારંભોમાં પોતાને માતા રાની તરીકે વર્ણવી ચુકી છે. તેમના પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવીને અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા નકલી બાબાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

11 / 15
 સ્વયંભૂ ભગવાન રામપાલે પોતાને નિર્ગુણ સંપ્રદાયના મહાન સંત કબીરનું સ્વરૂપ જાહેર કર્યા હતા. હત્યા જેવા જઘન્ય ગુનામાં દોષિત જાહેર થયા બાદ તે હાલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

12 / 15
સચ્ચિદાનંદ ગિરી પર વિવિધ લોકો દ્વારા જમીન પચાવી પાડવા અને છેતરપિંડીના આરોપો લગાવવામાં આવ્યા છે. આ આરોપોને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા તેમને નકલી બાબા જાહેર કરવામાં આવ્યા છે.

13 / 15
મક્કા મસ્જિદ અને અજમેર શરીફ દરગાહ બોમ્બ વિસ્ફોટના આરોપી સ્વામી અસીમાનંદનો પણ અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા નકલી બાબાઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

14 / 15
સ્વામી નિત્યાનંદ હંમેશા વિવાદોમાં રહ્યા છે. પહેલીવાર તેનો તમિલ અભિનેત્રી સાથેનો વીડિયો વાયરલ થયો હતો. આ પછી તેના પર બળાત્કારનો આરોપ પણ લાગ્યો હતો. હાલમાં દેશ છોડીને ભાગી ગયો છે.

15 / 15

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">