જો તમે આ દેશોમાં ફરવા જાવ છો, તો કેશ કે કાર્ડ સાથે રાખવાની જરૂર નથી, UPIથી જ થઈ જશે કામ
યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સેવાઓનો વ્યાપ ધીમે ધીમે વધી રહ્યો છે. હવે આ યાદીમાં શ્રીલંકા અને મોરેશિયસનું નામ પણ જોડાઈ ગયું છે. આ બંને દેશોમાં UPIની સાથે RuPay કાર્ડ સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે. હાલમાં UPI સેવાઓ ઉપલબ્ધ હોય તેવા દેશોમાં પ્રવાસ કરતા ભારતીયો આ સુવિધાનો વધુ સારો લાભ લઈ રહ્યા છે.

યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સેવાઓનો વ્યાપ ધીમે ધીમે વધી રહ્યો છે. હવે આ યાદીમાં શ્રીલંકા અને મોરેશિયસનું નામ પણ જોડાઈ ગયું છે. આ બંને દેશોમાં UPIની સાથે RuPay કાર્ડ સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે.

ફિનટેક ઇનોવેશન અને ડિજિટલ સેવાઓના નેટવર્કને મજબૂત કરીને ભારત એક નવા ગ્લોબલ લીડર તરીકે ઉભરી આવ્યું છે, વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીએ ભાગીદાર દેશો સાથે ભારતના વિકાસ અનુભવો અને નવીનતાઓ શેર કરવા પર ભાર મૂક્યો છે.

ભારત સિવાય ભૂટાન, મલેશિયા, સંયુક્ત આરબ અમીરાત, સિંગાપોર, ઓમાન, કતાર, રશિયા, ફ્રાન્સ, શ્રીલંકા અને મોરેશિયસમાં પણ તમે UPIનો ઉપયોગ કરી શકો છો, તો નેપાળમાં પણ ટૂંક સમયમાં UPI શરૂ થઈ શકે છે.

હાલમાં UPI સેવાઓ ઉપલબ્ધ હોય તેવા દેશોમાં પ્રવાસ કરતા ભારતીયો આ સુવિધાનો વધુ સારો લાભ લઈ રહ્યા છે. આ દેશોમાં પ્રવાસ કરતી વખતે તમારી સાથે કેસ કે કાર્ડ ના હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. UPIથી જ પેમેન્ટ થઈ શકશે.

આ સિવાય ઘણા યુરોપિયન દેશો પણ આ સુવિધા જલ્દી શરૂ કરી શકે છે. થાઈલેન્ડ, સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, યુએસએ, બહેરીન, જાપાન, ફિલિપાઈન્સ જેવા દેશોમાં પણ UPI જલ્દી લોન્ચ કરવામાં આવી શકે છે. (Image - Social Media)
