AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપમાં મહાભારત ! નગરપાલિકા પ્રમુખની વરણી બાદ BJP ના બે જૂથ વચ્ચે ધોકાવાળી, પબ્લિકે મફતમાં તમાશો જોયો - જુઓ Video

ભાજપમાં મહાભારત ! નગરપાલિકા પ્રમુખની વરણી બાદ BJP ના બે જૂથ વચ્ચે ધોકાવાળી, પબ્લિકે મફતમાં તમાશો જોયો – જુઓ Video

| Updated on: May 19, 2026 | 4:49 PM
Share

ભાવનગરના મહુવામાં નગરપાલિકા પ્રમુખની વરણી બાદ ભાજપમાં જ મોટું મહાભારત છેડાયું છે. સત્તાની લડાઈમાં ભાજપના જ 'બે જૂથ' રસ્તા પર લાકડીઓ અને ધોકા લઈને સામસામે આવી ગયા હતા.

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં આંતરિક વિખવાદ સરાજાહેર જોવા મળ્યો હતો. આ ઘટનામાં ભાજપના બે જૂથ વચ્ચે લાકડીઓ અને ધોકા વડે મારામારી થઈ હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

તાજેતરમાં જ મહુવા નગરપાલિકામાં મિતલબેન જોષીની મહિલા પ્રમુખ તરીકે અને જયપાલ સિંહ વાળાની ઉપપ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ વરણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના આંતરિક મતભેદો બહાર આવ્યા હતા. નગરસેવક એલ.બી. ભૂત અને શહેર પ્રમુખ દીપક જાનીના સમર્થકો તેમજ આગેવાનો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે ઝડપથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને મારામારીમાં પરિણમી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, બંને જૂથના કાર્યકરો અને આગેવાનો એકબીજા પર ધોકા અને લાકડીઓ વડે હુમલો કરતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટના ભરબજારમાં અને પોલીસ ચોકીની બિલકુલ નજીક બની હતી, જે વધુ ચોંકાવનારી બાબત છે.

સરાજાહેર થયેલી આ મારામારીના કારણે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઘટનાને કારણે મહુવાના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. લોકો આ દ્રશ્યો જોવા માટે ઊભા રહી ગયા હતા, જેનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.

જનતાને દારૂબંધીના કાયદા શીખવાડતી પોલીસ પોતે જ ટલ્લી, નશામાં ધૂત કોન્સ્ટેબલે કાયદો ખિસ્સામાં લઈને મચાવ્યો આતંક – જુઓ Video

Published on: May 19, 2026 04:06 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">