AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મજબૂત કમાણીની તક… દારૂ બનાવતી કંપનીનો ‘શેર’ હવે ભાગવા માટે તૈયાર, એક્સપર્ટે આપ્યું ‘Buy’ રેટિંગ

ત્રિમાસિક પરિણામો બાદ દેશની એક દિગ્ગજ આલ્કોહોલિક કંપનીના શેર પર ગ્લોબલ બ્રોકરેજે ‘Buy’ રેટિંગ આપીને મોટો ટાર્ગેટ આપ્યો છે. ટૂંકમાં, આ 'શેર' રોકાણકારોને આગામી સમયમાં કમાણીની મોટી તક આપી શકે છે.

| Updated on: May 19, 2026 | 7:16 PM
Share
દેશની અગ્રણી આલ્કોહોલિક બેવરેજ કંપનીઓમાંની એક કંપનીના ત્રિમાસિક પરિણામો બાદ હવે ગ્લોબલ બ્રોકરેજ ગોલ્ડમેન સેકસે (Goldman Sachs) સ્ટોક અંગે પોતાનો સકારાત્મક વલણ જાળવી રાખ્યો છે. Q4FY26 ના પરિણામો બાદ બ્રોકરેજે કંપની પર 'બાય' (Buy) રેટિંગ યથાવત રાખતા રૂ. 1,480 નો ટાર્ગેટ પ્રાઇઝ આપ્યો છે. ગોલ્ડમેન સેક્સનું માનવું છે કે, કંપનીનો પ્રીમિયમ અને લક્ઝરી પોર્ટફોલિયો આગામી વર્ષોમાં ગ્રોથનો મોટો આધાર બની શકે છે, જ્યારે મેનેજમેન્ટની વ્યૂહરચના પણ મજબૂત માંગ અને બહેતર નફાકારકતા (પ્રોફિટેબિલિટી) તરફ ઈશારો કરી રહી છે.

1 / 6
બ્રોકરેજ રિપોર્ટ અનુસાર, કંપનીએ FY27 માટે ડબલ ડિજિટ (બે આંકડામાં) રેવન્યુ ગ્રોથ હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ગોલ્ડમેન સેક્સનું કહેવું છે કે, યુનાઇટેડ સ્પિરિટ્સ સતત પોતાના પ્રીમિયમ પ્રોડક્ટ પોર્ટફોલિયો પર ફોકસ વધારી રહી છે, જેનાથી કંપનીની બ્રાન્ડ વેલ્યુ અને માર્જિન બંનેને ફાયદો મળી શકે છે. ખાસ કરીને લક્ઝરી અને હાઈ-એન્ડ કેટેગરીમાં કંપનીની મજબૂત પકડ તેને હરીફોની સરખામણીમાં વધુ સારી સ્થિતિમાં રાખે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય બજારમાં પ્રીમિયમાઈઝેશનનો ટ્રેન્ડ સતત મજબૂત થઈ રહ્યો છે અને તેનો સીધો ફાયદો યુનાઇટેડ સ્પિરિટ્સ જેવી કંપનીઓને મળશે.

2 / 6
ગોલ્ડમેન સેક્સે એમ પણ જણાવ્યું કે, કંપનીનો લક્ઝરી પોર્ટફોલિયો સતત મજબૂત પ્રદર્શન કરી રહ્યો છે. પ્રીમિયમ વ્હિસ્કી અને હાઈ-માર્જિન બ્રાન્ડ્સની વધતી માંગથી કંપનીના નફાને સપોર્ટ મળવાની આશા છે. આ સિવાય ભારત અને બ્રિટન વચ્ચેની ટ્રેડ ડીલ (વેપાર કરાર) પણ કંપની માટે પોઝિટિવ સાબિત થઈ શકે છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, જો ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત વેરા) માં ઘટાડો થાય છે, તો કંપનીની પ્રીમિયમ ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સ પર માર્જિન વધુ સારા થઈ શકે છે.

3 / 6
છેલ્લા 6 મહિના દરમિયાન સ્ટોકે 8 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. વળી, એક વર્ષમાં સ્ટોકનો ભાવ 14 ટકા સુધી તૂટ્યો છે. જો કે, લોંગ ટર્મમાં (લાંબાગાળે) સ્ટોકે તેજી દર્શાવી છે. 3 અને 5 વર્ષમાં સ્ટોકના ભાવે અનુક્રમે 65% અને 131% નું રિટર્ન આપ્યું છે. સ્ટોકનું 52-વીક હાઈ લેવલ રૂ. 1,645 રહ્યું છે (એટલે કે સ્ટોક અત્યારે અંદાજે 22 ટકા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે) અને લો (Low) લેવલ રૂ. 1,210.80 રહ્યું છે.

4 / 6
પાછલા 3 મહિનામાં 22 એનાલિસ્ટ્સ દ્વારા આ સ્ટોકને રેટિંગ આપવામાં આવ્યું છે, જેમાં એકંદરે તેને ખરીદવા (Buy) માટેનું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. આ એનાલિસ્ટ્સના વર્ગીકરણ પર નજર કરીએ તો, સૌથી વધુ 15 એનાલિસ્ટ્સે આ સ્ટોકને 'સ્ટ્રોંગ બાય' (Strong buy) અને 3 એનાલિસ્ટ્સે 'બાય' (Buy) નું પોઝિટિવ રેટિંગ આપ્યું છે. આ સિવાય, 3 એનાલિસ્ટ્સે તેને હોલ્ડ (Hold) રાખવાની સલાહ આપી છે, જ્યારે સ્ટોકને વેચવા (Sell) માટેનું એક પણ રેટિંગ નથી અને માત્ર 1 એનાલિસ્ટે તેને 'સ્ટ્રોંગ સેલ' (Strong sell) નું રેટિંગ આપ્યું છે.

5 / 6
આ ચાર્ટમાં 22 એનાલિસ્ટ્સ દ્વારા આગામી 1 વર્ષ માટે સ્ટોકના ભાવનું અનુમાન (1-year price forecast) લગાવવામાં આવ્યું છે. આ અંદાજ મુજબ, સ્ટોકનો સરેરાશ પ્રાઇઝ ટાર્ગેટ (Price target) રૂ. 1,521.65 રહેવાની ધારણા છે, જે હાલના ભાવથી લગભગ 15.65% નો વધારો દર્શાવે છે. એનાલિસ્ટ્સના મતે આ સ્ટોક વધુમાં વધુ રૂ. 1,791.00 (+36.13%) ના ઉચ્ચ સ્તર સુધી પહોંચી શકે છે અને જો ઘટાડો થાય તો ઓછામાં ઓછો રૂ. 1,285.00 (-2.33%) ના નીચલા સ્તર સુધી જઈ શકે છે.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

માનો કે ના માનો પણ આ ‘શેર’ હવે રોકેટની જેમ ઉડવા માટે તૈયાર, નિષ્ણાતોએ ‘મોટા ટાર્ગેટ’ સાથે આપ્યું ‘Buy’ રેટિંગ

Follow Us
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો

સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો

સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા

બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'

એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી

લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video

Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી

Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

g clip-path="url(#clip0_868_265)">