જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા, પક્ષીઓને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા
જામનગરમાં રણમલ તળાવ ખાતે આવેલા પક્ષીઘરમાં પક્ષીઓેને કાળજાળ ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી. પક્ષીઓ માટે પાણીના ફૂવારા કાર્યરત કરવામાં છે.
જામનગર મહાનગરપાલિકાએ રણમલ લેક સ્થિત પક્ષીઘરમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી પક્ષીઓને રાહત આપવા વિશેષ આયોજન કર્યું છે. પક્ષીઘરના પાંજરાઓમાં આધુનિક પાણીના ફૂવારા અને ઠંડકની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રણમલ લેકના મધ્યભાગમાં આવેલા આ પક્ષીઘરમાં લવબર્ડ, બજરિગર સહિત વિવિધ છ પ્રજાતિના આશરે ચારસો જેટલા રંગબેરંગી પક્ષીઓ વસવાટ કરે છે. તેમના માટે 20 જેટલા વિશાળ પાંજરાઓ બનાવવામાં આવ્યા છે.
વધતી ગરમીને ધ્યાનમાં રાખીને દરેક પાંજરામાં ખાસ પ્રકારના પાણીના ફૂવારા કાર્યરત કરાયા છે. આ ફૂવારા સતત પાણીનો છંટકાવ કરીને ઠંડકનું વાતાવરણ જાળવી રાખે છે, જેથી પક્ષીઓને ગરમીમાં રાહત મળે. મહાનગરપાલિકા દ્વારા બપોરના સમયે ખાસ સમયગાળા દરમિયાન આ ફૂવારા ચાલુ રાખવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વહેલી સવારે પક્ષીઓને ખોરાક અપાય છે, ત્યારબાદ બપોરે ખોરાકની ટ્રે દૂર કરી ફૂવારા શરૂ કરાય છે. સાંજે ફૂવારા બંધ કરી ફરી ખોરાક આપવામાં આવે છે.
મનપા તંત્ર દ્વારા જણાવાયું છે કે આ સંપૂર્ણ વ્યવસ્થા પક્ષીઓના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ આયોજન મ્યુનિ.કમિશ્નરના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવ્યું છે. શહેરમાં વધી રહેલી ગરમી વચ્ચે મહાનગરપાલિકાના આ પ્રયાસને પક્ષીપ્રેમીઓ દ્વારા પણ પ્રશંસા મળી રહી છે.
ધાર ભોજશાળા: જ્યાં કાલિદાસ અને બાણભટ્ટ વિદ્યા વહેંચતા, સરસ્વતીનું એ પવિત્ર ધામ જે ફરી ગુંજશે વેદ મંત્રોથી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ
